સરકારી જમીનમાં સુરતનું સૌથી મોટું લેન્ડ ગ્રેબિંગ- તંત્રની મીઠી રહેમ નજર કે મોટા માથા સામે એક્શન લેવાનો ડર?

છેલ્લા બે દાયકામાં ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો છે. પ્રોપર્ટી અને જમીનોના મૂલ્યમાં પણ નોંધપાત્ર વૃધ્ધિ થઇ છે. રાજયની આ અભૂતપૂર્વ પ્રગતિની તકોનો ગેરલાભ લેવા માટે…

છેલ્લા બે દાયકામાં ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો છે. પ્રોપર્ટી અને જમીનોના મૂલ્યમાં પણ નોંધપાત્ર વૃધ્ધિ થઇ છે. રાજયની આ અભૂતપૂર્વ પ્રગતિની તકોનો ગેરલાભ લેવા માટે સંગઠીત ભુમાફિયાઓ હિંસા, ધાક-ધમકી, છેતરપીંડી કે વિશ્વાસઘાત એટલે કે શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રાજયની કિંમતી જમીનો પચાવી પાડવાની ગંભીર ઘટનાઓ ઘણી વધી રહી છે.

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુજરાતમાં જમીન પચાવી પાડનારાઓ ની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના હજીરા ગામે સરકાર હસ્તકની આઠ હજાર ચોરસ મીટરથી વધુ જમીનમાં જનક હજીરા નામના ઈસમ દ્વારા વર્ષ ૨૦૦૪થી બેકિંગ પ્લાન્ટ અને મસમોટા બાંધકામ કરીને પોતાના ધંધા માટે ઉપયોગ કરી રહ્યા છે.. આ જમીન સરકાર ની માલિકીની છે. ત્યારે સરકારની આ જમીન પર આવડું મોટું એમ્પાયર ખડકી દેનાર જનક હજીરા વિરુદ્ધ શા માટે સ્થાનિક તંત્ર કાર્યવાહી નથી કરતું તે અનેક શંકા ઊભી કરી રહ્યું છે.

મળતી વિગતો અનુસાર હજીરાના એક સર્વે નંબરમાં સરકારની માલિકીની ૨ લાખ ચોરસ મીટરથી વધુ ની જમીન માં જનક હજીરા નામનો ઇસમ આઠ હજાર ચોરસ મીટરથી વધુ ની જમીન માં સિમેન્ટ કોંક્રીટ નો માલ બનાવવાનો પ્લાન્ટ છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી ચલાવી રહ્યો છે. ત્યારે આ બાબતે સ્થાનિક લોકોની ફરિયાદ અનુસાર તેઓએ આ બાબતે તંત્રને જાણ કરી હોવા છતાં આ બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. હાલમાં આ જમીન સરકાર ના નામે હોવા છતાં લોકો આ જમીન માફિયા ને કારણે આ જમીનને જનક કેમ્પ ના નામે ઓળખવા લાગ્યા છે.

આટલા મોટા જમીન દબાણ બાદ પણ શા માટે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નથી આવતી તે મોટો સવાલ ઉભો થયો છે. સામાન્ય માણસને સોસાયટીના બહાર અડધો ઇંચ ના બાંધકામ માટે પણ ડિમોલિશન અને દંડનો સામનો કરવો પડે છે. ત્યારે સરકારની માલિકીની હજારો ચોરસ મીટર જમીન પર આવા દબાણ અને ધંધો ચલાવી રહેલા ઈસમ વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થાય છે તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *