સુરત(ગુજરાત): હાલમાં સુરત ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વિભાગના એસોસિએટ પ્રોફેસર અને પીએચડીના વિદ્યાર્થી દ્વારા માઇક્રોવેવ સેન્સર બેઇઝડ સોઇલ એનેલાઇઝરને પેટર્ન કરાવવામાં આવ્યું છે. જે માટીમાં કેટલો ભેજ છે તે અંગેની જાણકારી માત્ર ગણતરીના મિનિટોમાં મેળવી શકે છે. આવનાર દિવસોમાં ખેડૂતો માટે આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.
મળતી માહિતી મુજબ, SVNITના ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર ડો.પિયુષ પટેલ અને તેમના પીએચડીના વિદ્યાર્થી પરેશ સાગરે હાલમાં જ ભારત સરકાર પાસે એક ડિવાઇસ માટે પેટન્ટ કરાવી છે. આ ડિવાઇસ ગણતરીની મિનિટોમાં ખેડૂતોને જમીનમાં ભેજ કેટલો છે તેની જાણકારી આપે છે. જેથી તેમને પોતાના ખેતરમાં કયા પાકનું ઉત્પાદન કરવું જોઈએ તે અંગે જાણ થઈ શકે. આ એક માઇક્રોવેવ પદ્ધતિ છે, જે તરત જ રીઝલ્ટ આપે છે. જેથી તેની એક્યુરસી પણ વધશે અને રિપોર્ટ ઝડપી મળી શકશે.
આ અંગે ડો. પિયુષ પટેલે કહ્યું કે, અમારૂ રિસર્ચ માઈક્રોવેવ સેન્સર બેઝડ સોઈલ એનલાઈઝર છે. જેમાં સાઈટ પરથી ત્રણથી ચાર સેમ્પલ લઈ માટીનું એનાલિસિસ કરવામાં આવે છે. ત્યારબાદ તેનું વજન કરી તેને ઓવનમાં ડ્રાય કરવામાં આવે છે. ફરીથી તેનું વજન કરી ગ્રેવીઓમેટ્રિક પદ્ધતિથી તેનું એનાલિસિસ કરવામાં આવે છે કે, તેમાં કેટલો ભેજ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અમે જે સેન્સર બનાવ્યું છે તે કેવિટી બેઝ સેન્સર છે. જેમાં બે અલગ અલગ સેન્સર એરે મૂકવામાં આવ્યા છે. આ બન્ને વચ્ચે કેવિટીની અંદર માટી મૂકીએ છીએ. જેથી તેમાં રહેલા ભેજ વિશે તરત જ ખબર પડી જશે.
માટી ચકાસવાની અન્ય પદ્ધતિ પણ છે. પરંતુ, તેમાં જાણકારી મેળવવામાં સમય લાગતો હોય છે. અમારા ડિવાઈસના કારણે ઓછા સમયમાં તમામ જાણકારીઓ મળી રહેશે. તેમણે જણાવ્યું કે, આ ડિવાઇસને સાઇટ પર લઈ જઈને ટેસ્ટીંગ કરી શકાય છે. આ ઉપરાંત, નાસા કોઈ પણ ગ્રહ પર માઇક્રોવેવ એનલાઈઝર થકી જમીનનું મેપિંગ કરે છે અને ત્યારબાદ ઈમેજનું એનાલિસિસ કરે છે. જ્યારે અમારી પોઇન્ટ ઓફ કેર મેથડ છે. ડિવાઈસમાં 100 ગ્રામ માટી મૂક્યા બાદ તરત જ રીઝલ્ટ મળી જાય છે. તેમજ ટ્રેડિશનલ પધ્ધતિમાં ભેજનું પ્રમાણ જાણવા માટે 24 કલાકનો થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.