રાજકોટ(ગુજરાત): આજે રક્ષાબંધન હોવાથી જેતપુર તાલુકાના અમરાપર ગામનાં વતની અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરક બજાવતા હર્ષિતાબેન અજાણા સવારે નાના લડલા ભાઈ પરેશને રાખડી બાંધતા માટે જઈ રહી હતી. ત્યારે તેને ક્યા ખબર હતી કે બહેન ભાઈની આ છેલ્લી રક્ષાબંધન હશે. તેઓ રાખડી બાંધીને ફરજ પર જવા માટે એક્ટિવા લઇને નીકળ્યા હતા. તે દરમિયાન બાઇકે અડફેટે લેતા તેનું મોત થતા પરિવારમાં શોક છવાય ગયો છે.
મળતી માહિતી અનુસાર, અમરાપરથી જેતપુર પોતાનાં એક્ટિવા પર ફરજ પર જઈ રહેલા હર્ષિતાબેનને સામેથી પૂરપાટ ઝડપે આવતા બાઇક ચાલકે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. લોહીયાળ હાલતમાં તેમને જેતપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પણ ત્યાં તેઓએ દમ તોડી દેતાં તાલુકા પોલીસ બેડામાં અને નાનકડા એવા અમરાપર ગામમાં શોકનો માહોલ છવાય ગયો હતો. હર્ષિતાબેન કન્ડક્ટર અને તલાટીની પરીક્ષામાં પણ ખૂબ સારા રેન્ક સાથે પાસ થયા હતા. ત્યારબાદ પોલીસ ભરતી આવતા તેમાં પણ સારા રેન્ક સાથે ઉત્તિર્ણ થતા જેતપુર તાલુકામાં કોન્સ્ટેબલ તરીકે પોસ્ટિંગ મળી હતી.
ગઈ કાલે રક્ષાબંધનના તહેવારે જ એક બહેને પોતાની 5 વર્ષની બાળકી ગુમાવી છે. મળતી માહિતી અનુસાર, ઉપલેટાના બાંટવામાં રહેતી મહિલા પોતાના ભાઈને રાખડી બાંધવા માટે ઉપલેટા જઈ રહી હતી. ત્યારે તેમની સાથે 5 વર્ષની બાળકી પણ હતી. પરંતુ રક્ષાબંધન ઉજવીને ભાઇ બહેન અને ભાણેજને મુકવા માટે બાઇક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં પાંચ વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ કંકાટભર્યું મોત નીપજ્યું હતું અને ભાઇ-બહેનને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.