કાળા તળાવ નજીક બોલેરો અને રિક્ષા વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, એકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત

ભાવનગર(ગુજરાત): ભારતમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યા વધી રહી છે. તેમાં લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તેવામાં ફરી એક વાર ભાવનગરથી નિરમા ફેક્ટરી તરફ જતા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. ભાવનગરથી નિરમા ફેક્ટરી તરફ જતા રોડ પર કાળા તળાવ નજીક બોલેરો લોડીંગ વાન તથા રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માતમાં બોલેરો ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ગંભીર ઇજાઓ સાથે રિક્ષા ચાલક યુવાનને સારવાર માટે ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

ભાવનગર જિલ્લામાં રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે શરૂ થયેલી રક્તરંજીત ઘટનાઓ બીજા દિવસે પણ યથાવત રહી છે. સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, ભાવનગર શહેરનાં કેબલ સ્ટ્રેઇડ પુલથી લઇને કાળાતળાવ નિરમાના પાટીયા માર્ગ પર સર્જાયેલ અકસ્માતમાં એક નવ યુવાનનું કમકમાટી ભર્યું મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર, ભાવનગરથી મિનરલ વોટરના જગ-કેપ્સુલ ભરીને ભાલ પંથકમાં ડિલવરી આપવા જઇ રહેલ બોલેરો પીકઅપ લોડીંગ વાહન અને કાળા તળાવથી આવી રહેલ રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. લોડીંગ વાહન ડ્રાઇવ કરી રહેલ આશેર 24 વર્ષના નેપાળી યુવાન દિનેશ નેપાળી નામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે કાળાતળાવનો રિક્ષા ચાલક અશોક દિનેશભાઇ સોલંકીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ વેળાવદર ભાલ પોલીસ મથકને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો અને તપાસ શરુ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *