અજાણ્યા શખ્સે સોનુ સુદ પાસે 1 કરોડની માંગ કરી તો અભિનેતાએ આપ્યો એવો જવાબ કે, જેને જાણીને…

એક વર્ષ અગાઉ કોરોનાકાળમાં લોકડાઉનની સ્તિથી ઉભી થઈ હતી. જેને કારણે મજુરવર્ગને પોતાના વતન તરફ જવાનો વારો આવ્યો હતો. કોરોનાકાળમા તમામ લોકોએ પોતાની યથાશક્તિ મુજબ ફંસાયેલ લોકોની મદદ કરવામાં આવી ત્યારે આ સમય દરમિયાન જો કોઈપણ વ્યક્તિ મુખ્ય ચર્ચાનો વિષય બન્યો હોય તો એ પ્રખ્યાત અભિનેતા સોનુ સૂદ છે.

આ અભિનેતાએ આવા કપરા સંજોગોમા પોતાના જીવની ચિંતા કર્યા વિના જીવન જોખમે કેટલાક ફંસાયેલ લોકોને ઘરે પહોંચાડ્યા છે. આવા કપરા સમયમાં સોનુ સૂદ લોકો માટે ભગવાન બનીને મદદે આવ્યા હતા. સોનુ સૂદે લોકડાઉન વખતે પણ સોશિયલ મીડિયા મારફતે લાખો લોકોની મદદ કરી હતી.

હાલમાં પણ કેટલાક લોકો સોશિયલ મીડિયા પર આ બાબતને લઈ મજાક કરતા જોવા મળી રહ્યા છે. કલાકારો તેમના ચાહકોની મજાકના પણ ખુબ મનોરંજક રીતે ઉત્તર આપી રહ્યા છે. સોનુ સુદના સોશિયલ મીડિયા પર લોકો અનેકવિધ વિચિત્ર પ્રશ્નો તેમજ માંગણીઓ સાથે ટ્વીટ કરતા રહે છે.

આવા સમયે હાલમાં આ અભિનેતાની પાસે એક વિશેષ માંગ આવેલ છે તેમજ સોનુએ તેનો ઉત્તર પણ કઈક અલગ જ અંદાજથી આપ્યો છે કે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો આ સમગ્ર ઘટના અંગે જાણીએ.

1 કરોડની કરી માંગ :
સોનુ સૂદને મહેન્દ્ર દુર્ગ નામના ટ્વીટર યુઝરે ટ્વીટમાં લખ્યું છે કે, “સોનુ સુદ સર, 1 કરોડ દો ના મુઝે.” આ યુઝરનું ટ્વીટ વાંચ્યા પછી સોનુ સૂદ જવાબ આપતા જ્ન્વાવે છે કે,,“ફક્ત 1 કરોડ રૂપિયા? થોડા વધુ માંગી લીધા હોત.’ આ ટ્વીટ લખ્યા પછી સોનુ સૂદે સ્માઈલ ઇમોજી પણ મુક્યું હતું કે, જે હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયું છે.

હાલમાં સોનુ સૂદનું નામ રાજકીય પક્ષોની સાથે જોડવામા આવી રહ્યું છે તેમજ એવી વાતો ફેલાઈ રહી છે કે, ભવિષ્યમાં મુંબઈમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસ સોનુ સૂદના નામની ચર્ચા કરી રહી છે પણ તેમણે કહ્યું હતું કે, આ તમામ અહેવાલ એકદમ ખોટા છે. આવી વાતો સાંભળીને તે એકદમ હસી પડ્યો હતો.

તેણે સોશિયલ મીડિયા પર આ અંગે પોતાના ચાહકોની સાથે વાત કરતા જણાવતા કહ્યું હતું કે, તે કોઈપણ પ્રકારના રાજકીય પક્ષમા જોડાવવાનો નથી કે તે કોઈપણ ચૂંટણી લડવાનો નથી. તે પોતાના સામાન્ય જીવનમા એકદમ ખુશ છે. જે ખુબ આનંદની વાત છે.

સોનુ સૂદ જણાવે છે કે, તે અભિનેતા જ બની રહેવા માંગે છે તેમજ લોકોને આવી જ રીતે મદદ કરવા માંગે છે. હાલમાં તે પોતાનું સંપૂર્ણ ધ્યાન તથા સમય પોતાની અભિનય કારકિર્દી માટે ફાળવવા માંગે છે. તેઓ વધુમાં જણાવે છે કે, એક અભિનેતા તરીકે મારે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. હું મુંબઈ જે સ્વપ્ન લઈને આવ્યો હતો તે હજુ પૂર્ણ થયુ નથી એ માટે તે સૌપ્રથમ તેના પર ધ્યાન આપવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *