ફિરોઝાબાદની એક મહિલા કોન્સ્ટેબલે એવું કામ કર્યું છે કે, CM યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામને તેમનું સન્માન કર્યું હતું. 21 ઓગસ્ટે મિશન શક્તિ હેઠળ, ફિરોઝાબાદના કોન્સ્ટેબલને લખનઉના ઇન્દિરા ગાંધી ફાઉન્ડેશનમાં પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ફિરોઝાબાદના એન્ટી ટ્રાફિકિંગ યુનિટમાં કામ કરતી 30 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ રિંકી સિંહ બાળ મજૂરોના ઉત્કર્ષ અને તેમના બાળપણને બચાવવા માટે અભિયાન ચલાવી રહી છે. રિંકી સિંહે તેની ટીમ સાથે ઢાબા, હોટલ, રેસ્ટોરન્ટ, કન્ફેક્શનરી શોપ, ગેરેજમાં કામ કરતા બાળ મજૂરોને મુક્ત કર્યા છે.
રિંકી સિંહ અને તેમની ટીમ આવા બાળ મજૂરોને શોધીને તેમને બાળમજૂરીમાંથી મુક્ત કરે છે. મહિલા કોન્સ્ટેબલ રિંકી સિંહે તેના કામથી દરેકને પ્રભાવિત કર્યા છે. તેમના પ્રયાસોને કારણે, ફિરોઝાબાદ માનવ તસ્કરી વિરોધીમાં વધુ સારું કામ કર્યું છે. બાળ સાધુઓના બચાવમાં ફિરોઝાબાદએ પણ મોટું કામ કર્યું છે.
30 વર્ષીય મહિલા કોન્સ્ટેબલે કરેલ કાર્યની ઉત્તર પ્રદેશ સરકારે ખૂબ પ્રશંસા કરી છે અને 21 ઓગસ્ટના રોજ લખનૌમાં એક ભવ્ય કાર્યક્રમમાં તેનું સન્માન કર્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે પ્રશસ્તિપત્ર, મોબાઈલ ફોનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રિન્કી સિંહ જણાવે છે કે, બાળ મજૂરોને મુક્ત કર્યા પછી પણ તેમને સરકાર દ્વારા બાળ મજૂર શાળાઓમાં મફતમાં ભણાવવામાં આવે છે. બાળ મજૂરોના પરિવારને સરકાર દ્વારા દર મહિને ભથ્થું પણ આપવામાં આવે છે કે, જેથી આ બાળ મજૂરો ભણવાનું ચાલુ રાખે અને સાથે જ તેમના પરિવારોને આજીવિકા માટે પૈસા મળે.
વર્ષ 2020 માં બાળ મજૂર અભિયાન હેઠળ કુલ 153 બાળ મજૂરોને મુક્ત કરીને તેમને ગૂંગળામણભર્યા જીવનથી મુક્ત કરીને નવજીવન આપ્યું છે. આટલું જ નહીં, રિંકી સિંહે વર્ષ 2020 માં આવા 90 બાળ સાધુઓને પણ મુક્ત કર્યા છે કે, જેઓ એક કારણસર ગલીઓમાં અથવા મંદિરો પાસે ભીખ માંગે છે.
અત્યાર સુધીમાં વર્ષ 2021 માં, રિંકી સિંહે તેમની ટીમ સાથે 57 બાળ મજૂરોને મુક્ત કર્યા છે. જ્યારે તે બાળ મજૂરોને પકડે ત્યારે તેમને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવા પડે છે, ત્યારબાદ સમિતિ બાળકોને ક્યાં મોકલવા તે નક્કી કરે છે. રિંકી સિંહની ટીમમાં બે મહિલાઓ અને પાંચ પુરુષો છે કે, જે તમામ કારમાં બેસીને હોટલ, ઢાબા, ગેરેજમાં બાળ મજૂરોની શોધ કરે છે.
ફિરોઝાબાદના ASP અશોક કુમાર શુક્લા જણાવે છે કે, જેઓ સમજે છે કે મહિલાઓ પોલીસ વિભાગમાં પુરુષોની સમકક્ષ કામ કરી શકતી નથી, તો તેમને એ પણ જાણવું જોઈએ કે, મહિલાઓએ હમણાં જ સમાપ્ત થયેલા ઓલિમ્પિક ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીત્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.