જાણો ક્યાં આ યુવાનને ઝાડ સાથે ઉંધો લટકાવી કલાકો સુધી મારતા રહ્યા ઢોર માર

કરનાલના ગઢી ભરલ ગામના ખેતરોમાં શુક્રવારે હૃદયદ્રવી ઉઠે તેવી એક ઘટના સામે આવી હતી. ચોરીનો આરોપ લગાવતા ખેતરના માલીકે તેના મકાનમાં કામ કરતા યુવકને ઘણા કલાકો સુધી ઝાડથી ઊંધો લટકાવી માર માર્યો હતો. ઘણી વખત તેને પાણીમાં પણ ડૂબાડવામાં આવ્યો હતો. ઘણા લાંબા સમય બાદ જ્યારે પરિવારના સભ્યો ગામલોકો સાથે યુવકની શોધમાં ખેતરમાં પહોંચ્યા ત્યારે આ ઘટના વિષે જાણ થઇ હતી.

પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બેભાન હાલતમાં યુવાનને ઝાડ પરથી નીચે ઉતારી હોસ્પિટલમાં લઈ ગયો હતો. કલ્પના ચાવલા મેડિકલ કોલેજમાં તેમની હાલત નાજુક છે. પોલીસે પરિવારજનોની ફરિયાદ નોંધી તપાસ શરુ કરી હતી. પીડિત ઇકબાલના પરિવારજનોએ જણાવ્યું કે, તે રાણા માજરાના નવાબના ખેતરોમાં કામ કરે છે. સવારે નવાબ અને તેના સાથી ઇકબાલને બાઇક પર લઇ ગયા હતા.

ગઢીભરલ ખેતરોમાં એક ખેડૂતે તેને ઝાડ પરથી ઊંધો લટકાવીને માર માર્યો હોવાના સમાચાર મળ્યા છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *