હાલમાં રાજ્યના પાટણ જીલ્લામાંથી એક એવી ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે કે, જેનો વાયરલ થયેલ વિડીયો જોઇને આપની આંખે અંધારા આવી જશે. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરનાર લોકોની માટે હાલમાં એક ચેતવણીરૂપ ઘટના સામે આવી છે.
રાધનપુરમાં એક દુકાનમાં બેઠેલા ગ્રાહકના ખિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થયો હતો. ખિસ્સામાં રહેલ મોબાઈલમાંથી ધૂમાડા નીકળવા લાગતા ગ્રાહકે સૂચકતા વાપરીને મોબાઈલને ખિસ્સામાંથી બહાર ફેંકી દીધો હતો. મોબાઈલમાંથી ધૂમાડા નીકળતા એકસમયે ત્યાં હાજર લોકોમાં અફરાતફરી જોવા મળી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી.
મોબાઈલમાંથી ધૂમાડા નીકળવા લાગ્યા:
રાધનપુરમાં માનસી મોટર ગેરેજ નામની દુકાનમાં સવારનાં 9 વાગ્યાના અરસામાં ભાડીયા ગામના રહેવાસી રામચંદભાઈ ઠાકોર દુકાને આવ્યા ત્યારે તેઓ વાતચિત કરી રહ્યાં હતા. આ સમયે રામચંદભાઈને ખિસ્સામાં રહેલ મોબાઈલમાંથી ધૂમાડા નીકળતા જોવા મળ્યા હતા.
સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ:
રામચંદભાઈએ તરત જ કોઇ જાનહાનિ ન સર્જાઈ એ માટે મોબાઈલને ખિસ્સામાંથી નીચે ફેંકી દીધો હતો તેમજ કોઇ નુકસાન ન થાય એનાં માટે મોબાઈલને દુકાનની બહાર ફેંકી દીધો હતો. મોબાઈલ ફાટવાની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલ CCTVમાં કેદ થઇ ગઇ હતી. મોબાઈલ ફાટવાની ઘટનાના CCTV સમગ્ર પંથકમાં ખુબ વાઈરલ થયા હતા.
દુકાન બહાર પણ મોબાઈલમાં બ્લાસ્ટ થયો:
જે દુકાનમાં મોબાઈલ બ્લાસ્ટ થયો તે દુકાનના માલિક પપ્પુભાઈ ઠક્કરની કરેલ વાતચીતમાં તેઓએ કહ્યું હતું કે, અમે દુકાનમાં 10 વાગ્યે હાજર હતા ત્યારે ટેબલ પર પુજાનો સામાન મુકીને સાફ કરતા હતા. આવામાં દુકાનમાં બોર્ડનું કામ કરવા માટે કારીગર રામચંદભાઈ ઠાકોર ભાડિયાથી આવ્યા હતા.
તેમના ખિસ્સામાં રહેલ મોબાઈલમાં અચાનક આગ લાગી હતી. કોઇ જાનહાનિ ન સર્જાઈ એનાં માટે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. મોબાઈલ બહાર ફેંકી દેતા બહાર પણ બ્લાસ્ટ થયો હતો. કોઇને નુકસાન થયું ન હતું તેમજ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.