વાંસડા(ગુજરાત): હજુ માનવતા જીવંત છે તેવા અનેક બનાવો જોવા મળી રહ્યા છે. જેમાં લોકો હજુ સેવા કરવાનું ભૂલ્યા નથી. ત્યારે વાંસદા તાલુકો કોમી એકતાનું પ્રતિક બન્યું છે. કેટલાક મુસ્લિમ યુવકોએ વાંસડાના ચંપાવાડીમાં એક હિન્દુ મહિલાના અંતિમ સંસ્કાર કરીને શ્રેષ્ઠ ઉદાહરણ દુનિયાને આપ્યું છે.
મળતી માહિતી અનુસાર, એક તરફ આખુ રાજ્ય જન્માષ્ટમીની ઉજવણી કરી રહ્યું હતું, ત્યારે ચંપાવાડીના મુસ્લિમ યુવકોએ માનવતા સાબિત કરે તેવું કામ કર્યું છે. ચંપાવાડીના રાણી ફળિયામાં રહેતા મીનાબેન જયેશભાઈ પટેલનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. ત્યારબાદ તેમના મૃતદેહને ગામમાં લઈ આવવામાં આવ્યો હતો. તેવામાં ફળિયામાં રહેતા મુસ્લિમ યુવકો અંતિમ સંસ્કારમાં મદદ કરવા માટે આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, ચંપાવાડીમાં રહેતા જુનેદ પઠાણ અને એમાં સાથી મિત્રો આરીફ બાબુલ ખેર, મસ્તાન આરબને જાણ કરતા આ 3 મુસ્લિમ યુવકોએ કોરોનાગ્રસ્ત હિંદુ મહિલાના હોલીપાડા ગામે આવેલી સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અંતિમસંસ્કારની સંપૂર્ણ જવાબદારી અમે પોતાના માથે લીધી હતી. ચિતા પર લાકડા ગોઠવાયા, અંતિમસંસ્કારની વિધિ પાર પાડી હતી. મીનાબેનના રાત્રે 11.30 કલાકે અંતિમ સંસ્કાર કર્યા હતા. આ યુવકોએ અત્યાર સુધીમાં 15થી વધુ કોરોના પોઝિટિવ તથા અન્ય લોકોના મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.