“મને મરવું છે મારો હાથ છોડી દો”, સુરતમાં તાપી નદીમાં મોતની છલાંગ લગાવવા આવેલ યુવકને લોકોએ બચાવી લીધો

હાલમાં આત્મહત્યાના વધતા કેસોમાં રાજ્યમાં અને ખાસ કરીને સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી એવો એક પણ દિવસ નથી આવ્યો કે, આત્મહત્યાનો બનાવ સામે ન આવ્યો…

હાલમાં આત્મહત્યાના વધતા કેસોમાં રાજ્યમાં અને ખાસ કરીને સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી એવો એક પણ દિવસ નથી આવ્યો કે, આત્મહત્યાનો બનાવ સામે ન આવ્યો હોય. આત્મહત્યાની ઘટના સતત વધી રહી છે. તેવામાં સુરત (Surat) શહેરમાં બ્રીજ પરથી તાપીમાં છલાંગ લગાવી વધુ એક યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

છેલ્લા ઘણા સમયથી તાપી નદી પર સતત આપઘાત માટે લોકો જતા હોય છે ત્યારે આજ ફરી એક વખત આવી જ એક ઘટના સામે આવી છે. તાપી નદીમાં મોતની છલાંગ મારવા ગઈ એક યુવકને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો. સુરત શહેરમાં સમાચારમાં કામ કરતા ફોટો જર્નાલિસ્ટ રિતેશ પટેલે આત્મહત્યા કરનાર યુવકનો જીવ બચાવી લીધો હતો.

તે દિવસે રિતેશ પટેલ સુરત શહેરના ઓએનજીસી બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે પોતાની કારમાંથી જોયું કે એક યુવક પૂલપરથી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેમણે પોતાની ગાડી સાઇડ પર મૂકી અને બૂમાબૂમ કરી ને ત્યાંથી પસાર થતાં બીજા લોકો ને મદદ કરવાં બોલાવીયા અને રાહદારીઓ મદદ માટે પહોંચી ગયાં હતાં.

તે દરમિયાન ફોટો જર્નાલિસ્ટે સહેજ પણ હિમ્મત હાર્યા વગર આ આત્મહત્યા કરનાર યુવકનો બ્રિજ પર થી હાથ પકડી રાખ્યો હતો.અને તેને સતત 20 મિનિટ સુધી તેનો હાથ પકડી રાખ્યો હતો. તે વ્યક્તિ ‘મને છોડી મારે મરવું જ છે’ તેવું બોલતો રહેતો હતો.

જોકે, 20 મિનીટ ની અંદર અંદર આવા  શોરબકોરમાં મગદલ્લાની એક બોટ પણ નીચે આવી ગઈ હતી અને તેમણે નીચેથી કહ્યું હતું કે, તમે છોડી દેશો તો પણ અમે પકડી લઈશું પરંતુ  તે ફોટો જર્નાલિસ્ટે તેનો હાથ ન છોડ્યો આને આ દરમિયાન ઘણા લોકો મદદ આવી ગયાં હતાં. અને 20 મીનીટની મહામહેનત બાદ આ યુવકને સહીસલામત રીતે બચાવી લેવામાં આવ્યો હતો.

અંતે આ યુવકને પોલીસ લઈ ગઈ હતી અને તેને સમજવી ને બચાવી લીધો હતો. જોકે, રિતેશ પટેલે જે કામ કર્યુ તે ફોટો જર્નાલિસ્ટ તરીકેની તેમની ફરજથી બહાર આવીને કરેલું માનવતાનું કાર્ય હતું અને આવા કાર્યને બિરદાવવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *