હજુ બે દિવસ અગાઉ જ સાતમ-આઠમનું નાનું વેકેશન હોવાને લીધે મોટાભાગના લોકો પરિવારની સાથે કોઈને કોઈ સ્થળ પર ફરવા માટે નીકળી ગયા હતા. જેને કારણે ઘણી જગ્યાએ લોકોની ભીડ એકત્ર થઈ હોય એવું જોવા મળ્યું હતું. ધાર્મિક ઉત્સવ તથા રજાઓના સમન્વયની વચ્ચે રાજ્યમાં આવેલ યાત્રાધામ અંબાજી યાત્રિકોથી ઊભરાયું હતું.
ફક્ત 3 જ દિવસમાં દોઢ લાખથી પણ વધારે ભાવી ભક્તોએ મા અંબાનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. યાત્રિકોની સાથે જ 27,000થી પણ વધારે માઈ ભક્તોએ માતાજીના પ્રસાદ ભોજનનો લાભ લીધો હોવાનું ટ્રસ્ટનાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આની સાથે જ એક માઈ ભક્તે 11 કિલો ચાંદીનાં પાત્રો પણ માતાનાં ચરણોમાં ભેટ ધર્યા હતા.
છઠ, સાતમ તથા જન્માષ્ટમી એટલે કે, શનિ, રવિ તથા સોમવારની રજાઓના સમન્વયની વચ્ચે યાત્રાધામ અંબાજી અસંખ્ય યાત્રિકોથી ઊભરાયું હતું. ફક્ત 3 જ દિવસમાં યાત્રાધામ અંબાજી અસંખ્ય યાત્રિકોથી ઊભરાઈ ગયું હતું. રાજસ્થાનના પર્યટક સ્થળ માઉન્ટ આબુ તથા ઉદયપુરની દર્શન સહિતની યાત્રાને લઇ અંબાજીને જોડતા માર્ગ પણ અનેકવિધ યાત્રિક વાહનોનું જાણે કીડિયારું ઊભરાયું હતું.
આની સાથે જ આગામી ભાદરવી મહા મેળો સ્થગિત રહેવાની આશંકાને ધ્યાનમાં લઈ અનેકવિધ પદયાત્રી સંઘોએ પણ અંબાજી ધામ સહિત અંબાજીના માર્ગો મા અંબાના જય ઘોષથી ગુંજવી દીધા હતા. મંદિરમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓનો ખુબ ભારે ધસારો જોવા મળ્યો હતો.
જો કે, દેવસ્થાન ટ્રસ્ટની સુચારુદર્શન તેમજ સુરક્ષા વ્યવસ્થાને લીધે માઈ ભક્તો સુખરૂપ દર્શન કર્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. આની સાથે શક્તિ પીઠ ગબબર પર્વત પર પણ યાત્રિકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જયારે બીજી બાજુ અંબાજીમાં ઉભરાયેલ વાહનોને લઇ ગબબર સર્કલથી લઇને આબુરોડ માર્ગ બાજુ જાણે કીડિયારું ઊભરાયું હોય એ રીતે ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
ફક્ત 3 જ દિવસમાં દોઢ લાખથી પણ વધારે યાત્રિકોએ માં અંબાનાં દર્શન કરવાની સાથે મંદિર ભંડારમાં પણ 41 લાખ રૂપિયાની આવક થવા પામી છે. જો કે, આ દરમ્યાન એક માઈ ભક્તે 11 કિલો ચાંદીનાં પાત્રો પણ માતાનાં ચરણોમાં ભેટ ધર્યાં હતાં. જ્યારે 27,000થી પણ વધુ યાત્રિકોએ માતા અંબાના રાજભોગ સમા નિઃશુલ્ક ભોજનનો અંબિકા ભોજનાલયમાં પણ પ્રસાદનો લહાવો લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.