મજુરી કરવાનાં બહાને યુવતીને મહેસાણા લાવી 14 દિવસ રૂમમાં પૂરી રાખીને આચર્યું દુષ્કર્મ -રુવાડા ઉભા કરી દેતી ઘટના

રાજસ્થાનના કેટલાય લોકો માટે રોજગારીનું ઉત્તમ સ્થાન હોવાથી રાજસ્થાનથી મહિલાઓ પુરૂષો અને યુવક-યુવતીઓ રોજગારી માટે ઉત્તર ગુજરાતમાં આવે છે. જોકે, મજબૂરીની આ મથામણમાં ક્યારેક એવી…

રાજસ્થાનના કેટલાય લોકો માટે રોજગારીનું ઉત્તમ સ્થાન હોવાથી રાજસ્થાનથી મહિલાઓ પુરૂષો અને યુવક-યુવતીઓ રોજગારી માટે ઉત્તર ગુજરાતમાં આવે છે. જોકે, મજબૂરીની આ મથામણમાં ક્યારેક એવી ઘટનાઓ સામે આવે છે જે જાણીને રૂવાંડા ઊભા થઈ જાય! આવી જ એક ઘટના મહેસાણાના એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ સહિતના આરોપોના કેસમાંથી સામે આવી છે.

પોલીસ મથકમાં મહેસાણાના અમરાપુરમાં એક રાજસ્થાની યુવતીને ઘરકામ માટે લવાયા બાદ 14 દિવસ એક રૂમમાં ગોંધી રાખી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની વિગતો સપાટી પર આવતા હોબાળો મચી જવા પામ્યો છે. આ અંગે યુવતી દ્વારા મહિલા હેલ્પલાઇનો સંપર્ક કરવામાં આવતા તેને છોડાવી લેવામાં આવી હતી. ત્યારબાદ તેના પિતા સાથે જઈ દુષ્કર્મ સહિતની ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના ઋષભદેવની એક યુવતીને મજૂરીકામ અર્થે આરોપી કરણ શંકર મીણા રહે રાજસ્થાન ઉદયપુર, રમેશ અને જીતુ નામના શખ્સો મજૂરી માટે લઈ જવાનું કહી ખેરવાડા રાજસ્થાનથી લઈ ગયા હતા. આ શખ્સો દ્વારા મંગીબેન રાવળ, રણજિતસિંહ ચૌહાણ, સીતાબેન રણજિતસિંહ નામના આરોપીઓ સાથે મળી અને પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે મહેસાણાના અમરાપુર ખાતે ઘરકામ કરવા માટે મૂકી જવામાં આવી હતી.

આ દરમિયાન, આરોપી ઠાકોર રાજાજી, ઠોકાર વિજય બાબુજી, ઠાકોર શારદાબેન બાબુજી, ઠાકોર કૈલાસબેન બાબુજી, ઠાકોર ચંદ્રિકાબેન બાબુજીએ આ યુવતીને તારીખ 10મી જૂનથી 24મી જૂન સુધી એક રૂમમાં ગોંધી રાખી હોવાનો આરોપ છે. યુવતીની ફરિયાદ મુજબ તેને એવું કહેવામાં આવ્યું હતું કે, ‘અમે તને 1.50 લાખમાં વેચાતી રાખી છે.’ જાણવા મળ્યું છે કે, આરોપી ઠાકોર વિજયજી બાબુજીએ તેનો મોબાઇલ પણ પડાવી લીધો હતો.

જોકે, આ યુવતીની ફરિયાદથી હડકંપ ત્યારે મચ્યો જ્યારે તેણે આક્ષેપ કર્યો કે આરોપી ઠાકોર વિજયજી બાબુજી દ્વારા અવારનવાર તેની સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જોકે, યુવતીએ યેનકેન મહિલા હેલ્પલાઇનમાં ફોન કરતા તેને છોડાવી લેવામાં આવી હતી અને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રાખવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

જાણવા મળ્યું છે કે, આ મામલે મહેસાણા શહેર એ ડિવીઝન પોલીસ મથકમાં આઈપીસીની કલમ 363, 376(2)(એન), 344, 392, 120બી, એટ્રોસિટી એક્ટ કલમ 3 (2), (5), 3(2)(5-A), તથા પોક્સો એક્ટ કલમ 4-5(એલ), 6,8,17 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *