પિતાએ દીકરીના પ્રેમીને ફિલ્મીઢબે ઉતાર્યો મોતને ઘાટ- રીત જોઇને તો પોલીસ પણ ચોંકી ઉઠી

મહિસાગર(ગુજરાત): આજકલ હત્યામાં કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લાના ટીંટોઈ ગામની સીમમાંથી હત્યા કરાયેલ લાશ મળવાના મામલે પોલીસ દ્વારા ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, આ મૃતક યુવકે પ્રેમ સંબંધમાં જીવ ગુમાવ્યો છે. યુવતીના પિતાએ તેની દીકરીના પ્રેમીની હત્યા કરી છે. સમાજમાં બદનામીના ડરને લઈ પિતાએ પોતાના બે મિત્રો સાથે મળી દીકરીના પ્રેમીને કરંટ આપી મોતને ઘાટ ઉતારી દીધો, ત્યારબાદ લાશને અવાવરૂ કુવામાં નાખી દીધો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, તા. 24-8-2021ના રોજ જિલ્લાના લુણાવાડા તાલુકાના ટીંટોઈ ગામની સીમમાં એક અવાવરૂ કુવામાંથી એક યુવકની લાશ મળી આવી હતી. ત્યારબાદ આ મામલે પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. જેમાં શરીર પર ઈજાના નિશાન મળી આવતા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી હત્યાના બનાવના સ્થળને શોધી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જેમાં આ હત્યા થયા પાછળ પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ટીંટોઈ ગામમાં રહેતા બળવંતસિંહ બારીયા નામના આરોપીની દીકરીને ગામના જ શૈલેન્દ્ર બારીયા સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો. આ બંને પ્રેમી પંખીડા અવારનવાર ગામના ભુપેન્દ્રસિંહ બારીયા અને ભારતસિંહ બારીયાના ખેતરમાં મળતા હતા. ત્યારે આ અંગે ખેતર માલિકોને જાણ થઈ ગઈ હતી. ખેતર માલિક યુવતીના પિતાના મિત્ર હતા તેમણે યુવતીના પિતાને આ વાતની જાણ કર્યા બાદ યુવકની હત્યાનો પ્લાન બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળ્યું છે કે, યુવતીના પિતા બળવંતસિંહ બારીયા અને તેમના બે મિત્ર ભુપેન્દ્રસિંહ બારીયા તથા ભારતસિંહ બારીયાએ જે જગ્યા પર પ્રેમી પંખીડા મળતા હતા તે સ્થળે તારનીવાડમાં કરંટ મુકી દીધો હતો. ત્યારબાદ પ્રેમી યુવક આવતા તે જેવો તારની વાડે અડ્યો તેવો કરંટથી બળી ગયો અને તેનું મોત નિપજ્યું હતું. બાદમાં યુવકની લાશને ખેતરથી 1 કિમી દુર એક અવાવરૂ કુવામાં નાખી દીધી હતી.

પોલીસ દ્વારા મુખ્ય આરોપી પિતા બળવંતસિંહ બારીયા, મદદગાર ખેતર માલિક ભુપેન્દ્રસિંહ બારીયા તથા ભારતસિંહ બારીયાની ધરપકડ કરી તેમની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર, સમાજમાં બદનામીના ડરે પ્રેમી યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હ્યુમન રિસોર્સિંગની મદદથી હત્યાનો કેસ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *