જાણો ગુજરાતના કયા શહેરનો છે આ ભયાવહ નજારો, જ્યાં મૃતદેહ કેટ કેટલા દિવસથી એમના એમ પડ્યા છે અને પરિવારને જાણ પણ નથી

હાલ કોરોનાને કારણે પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે, કોરોનાને કાબુ કરવો અશક્ય સાબિત થઇ ગયું છે. સિવિલમાં અમુક દર્દીઓ બેડ માટે સંઘર્ષ કરી રહ્યા…

હાલ કોરોનાને કારણે પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે, કોરોનાને કાબુ કરવો અશક્ય સાબિત થઇ ગયું છે. સિવિલમાં અમુક દર્દીઓ બેડ માટે સંઘર્ષ કરી રહ્યા છે તો ઘણા દર્દીઓ હોસ્પીટલમાં ઓક્સીજન માટે સંઘર્ષ કરી રહ્યા છે. કરોડોના ખર્ચે બનેલી રોજકોટની મલ્ટી સ્પેશીયાલીસ્ટ સિવિલમાં પણ ઓક્સીજન પર રહેલા દર્દીને સરખો ઓક્સીજન ન મળતા મોતને ભેટ્યા હતા. હાલ આવા જ એક સમાચાર વધુ એક સિવિલ માંથી સામે આવ્યા છે.

વલસાડ જિલ્લા સિવિલ હોસ્પિટલના કોરોના આઇસોલેશન વોર્ડમાં એક પછી એક શબ બહાર કાઢવામાં આવી રહ્યા છે. લાશ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં વેરવિખેર જોવા મળી હતી. હોસ્પિટલમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે જરૂરી કાગળના ડેડ સર્ટિફિકેટ વગેરે તૈયાર કરવામાં કલાકો લાગી રહ્યા છે. આને કારણે પીએમ રૂમમાં અને કોરોના આઇસોલેશન વોર્ડમાં ચારેબાજુ મૃતદેહો જ દેખાઈ રહ્યા છે.

વલસાડ સિવિલ હોસ્પિટલમાં 400 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ હોસ્પીટલમાં દાખલ દર્દીઓને જયારે તાત્કાલિક જરૂરીયાત પડે ત્યારે મોડા મોડા વેન્ટીલેટર પહોચાડવામાં આવી રહ્યા છે. સિવિલની આ અંધાધુંધી પાછળ સિવિલના જ જવાબદાર કામદારોની કમી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સિવિલ હોસ્પિટલના અધિક્ષક અમિત શાહે સ્વૈચ્છિક સેવાને તમામ પ્રકારની સલામતી આપવા ઇચ્છુક લોકોને જણાવ્યું છે. તેમણે કહ્યું કે સિવિલ સર્વિસમાં મોટી સંખ્યામાં સાથીઓની જરૂર છે. તે જ સમયે, તેમણે કોવીડ વોર્ડ માંથી પીએમ રૂમમાં મૃતદેહોને લાવવા માટે કહ્યું હતું.

વલસાડ સિવિલ હોસ્પિટલની બહાર મૃતકના પરિવારજનો મૃતદેહની કલાકો સુધી રાહ જોઇ રહ્યા હતા અને ઘણા પરિવારજનોને તો માલુમ જ નથી કે, તેમના પરીજનનો મૃતદેહ છે ક્યા? સિવિલ હોસ્પિટલની ધમધમતી કાર્યવાહી સામે લોકોમાં રોષ છે. મૃતકના અંતિમ દર્શન માટે પરિવારજનોએ 24 થી 36 કલાક રાહ જોવી પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *