અમદાવાદ(ગુજરાત): અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાનો ફેલાવો થઇ રહ્યો છે. તેવામાં એક ભયાનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલા પાણીપુરીના સેમ્પલમાં પ્રદૂષિત પાણી હોવાનું જાણવા મળ્યું છે. તો પેકેજડ ડ્રિંકિંગ વોટર માં પણ શુદ્ધ પાણીને બદલે બેક્ટેરિયા વાળુપાણી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના ઢેર-ઢેર પાણીપુરી વાળા ઉભા રહી ગયા છે. હવે ગૃહિણીઓના ટોળાઓ પાણીપુરી ખાતા જોવા મળી રહ્યા છે. એક તો કોરોનાનો ભય હજુ ગયો જ છે, પરંતુ આ લહેજત પાછળથી તમને બીમાર પાડી શકે છે.
છેલ્લા બે મહિનામાં અમદાવાદ મહા નગરપાલિકાએ એક સેમ્પલ સર્વે કર્યો હતો. આ સર્વેમાં મહાપાલિકાએ જુદી-જુદી વસ્તુઓના મળીને લગભગ 460 સેમ્પલ્સ ભેગા કર્યા હતા. જેમાંથી 421ના પરિણામ મળ્યા હતા. 421 સેમ્પ્લમાંથી 10 તો મિસ બ્રાંડ આવ્યા હતા. જ્યારે પાંચને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યા છે. આ પાંચમાં 3 નમૂના પાણીપુરીના છે. આ પાણીપુરીનુ પાણી પ્રદુષિત એટલે કે બેક્ટેરિયા વાળું હતું. તો પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલા ભાવનાબહેનનની પાણીપુરીની ચટણીમાં કલર મેળવેલો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.