સિદ્ધાર્થ શુક્લનાં દુઃખદ નિધન બાદ હૈયાફાટ રુદન કરતી આ છોકરી કોણ છે? આ વિડીયો જોઇને ચોંકી ઉઠશો

ગઈકાલે જ સિદ્ધાર્થ શુક્લનું દુઃખદ અવસાન થયું છે. અભિનેતાના મોતથી લોકોનાં દિલ તૂટી ગયા છે. તેમના ફેન્સ આ દુ:ખમાંથી બહાર આવી શકયા નથી. લોકો હજુ પણ માનતા નથી કે, લાખો દિલમાં રહેતા સિદ્ધાર્થ શુક્લાએ અચાનક જ દુનિયા છોડી દીધી હતી. તેના મોત પછી તમામ લોકો શોકમાં છે. બધી જગ્યાએ લોકો એક જ વાત જણાવી રહ્યા છે. આવી પરીસ્થિતિમાં એક વીડિયો વાયરલ થયો છે કે, જેમાં તેની એક ફેન્સ રડતી જોવા મળી છે.

ફેન્સની રડી-રડીને હાલત થઈ ખરાબ:
સિદ્ધાર્થ શુક્લાના મોતને કારણે ચાહકો તથા સમગ્ર ફિલ્મ ઉદ્યોગને હચમચાવી દીધો છે. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થયા છે કે, જેમાં ફેન્સ તેમના મોત પર ખૂબ જ દુ:ખી દેખાઈ રહ્યા છે. આ દરમિયાન અન્ય એક વીડિયો સામે આવ્યો છે.

જેમાં એક યુવતી સિદ્ધાર્થના મોતના સમાચાર સાંભળી રડતી જોવા મળી રહી છે. આની સાથે જ મીડિયા સાથે વાતચીત કરતી વખતે, તે એમ પણ કહી રહી છે કે લોકો કેમ કહી રહ્યા છે કે સિદનાઝની જોડી તૂટી ગઈ. એવું ક્યારેય ન થઈ શકે કે સિદનાઝની જોડી તૂટી જાય.

‘કોઈ તોડી શકે નહીં સિડનાઝની જોડીને’:
ખુબ વાયરલ થયેલ આ વીડિયોમાં રડતી છોકરી કહે છે કે, કૃપા કરીને એવું ન કહો કે સિદ્ધાર્થ શુક્લા હવે નથી, સિદ્ધાર્થ તથા સિદનાઝ ક્યારેય મરી શકે નહીં. અમે ફેન્સ તેને હંમેશા જીવંત રાખીશું. આ ફેન્સે વીડિયોમાં શહનાઝ વિશે વધુ વાત કરી. સિદ્ધાર્થ શુક્લાએ પોતાના કામથી લાખો અને કરોડો ફેન્સ બનાવ્યા છે. જેને ખૂબ પસંદ કરવામાં આવતો હતો.

શહનાઝ અને સિદ્ધાર્થની જોડી:
‘બિગ બોસ 13’ માં આવ્યા પછી સિદ્ધાર્થ શુક્લાની કારકિર્દીનો ગ્રાફ સતત વધતો જતો રહ્યો હતો. આ શોમાં તેની મુલાકાત શહેનાઝ ગિલ સાથે થઈ હતી તેમજ ત્યારપછી બંનેની જોડી સિદનાઝના નામથી પ્રખ્યાત થઈ હતી. આ શો છોડ્યા બાદ બંનેએ મ્યુઝિક વીડિયોમાં સાથે કામ કર્યું અને લોકોના દિલ જીતી લીધા હતા. એવા પણ સમાચાર મળ્યા હતા કે, બંને એક સાથે વેબ સિરીઝ કરવા માટે જઈ રહ્યા છે. જો કે, આની હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *