અંધશ્રદ્ધાએ વટાવી હદ- એક વર્ષના લાડલાને મંદિરમાં દાનમાં આપી દીધો, કારણ છે ચોંકાવનારુ

ઘણા લોકો એવા હોય છે કે, જેમનું મન સંસારમાં ન લાગવાથી તેઓ દીક્ષા લેતા હોય છે પરંતુ હાલ એવો કિસ્સો સામે આવ્યો છે. જેને જાણીને તમને પણ ચોકી જશો. એક માતા પિતાએ અંધવિશ્વાસમાં આવીને પોતાના 1 મહિનાના બાળકને દીક્ષા માટે મંદિરના સાધુને સોંપી દીધી હતી.

એક કાર્યક્રમનું આયોજન મંદિરમાં કરવામાં આવ્યું હતું અને ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. મહંતોની હાજરીમાં જ નવજાત બાળકને મંદિરના સાધુને સોપી દેવામાં આવું હતી. પરંતુ સોશિયલ મીડિયા દ્વારા આ મામલો પોલીસ સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ પોલીસે માતા પિતાને, મંદિરના મહંતને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસથી ડરીને માતા પિતાએ બાળકને મંદિરમાંથી પાછી લઇ લીધી હતી.

આ બાળકને 7 એપ્રિલના રોજ મંદિરમાં સોંપવામાં આવ્યું હતું. ત્યારે બાળકનું નામ પણ નારાયણપુરી રાખ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસે માતાપિતાની ધડપકડ કરી હતી અને બંને પક્ષ તરફથી લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.

પોલીસે પરિવારને કાનૂની ધારાઓથી અવગત કરાવતા પરિવારના સભ્યોને કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. અંતે પરિવારના લોકો માની ગયા હતા અને દેખરેખનું આશ્વાશન આપતા બાળકને મંદિરમાંથી પરત લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *