તું નહિ તો તારી બેન: સાત ફેરા પહેલા જ લગ્ન મંડપમાં થયું દુલ્હનનું મોત અને દુલ્હો સાળી સાથે પરણી ગયો

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે એક અકલ્પીય ઘટના ઉતરપ્રદેશથી સામે આવી છે.

ઉત્તરપ્રદેશના ઇટાવાના ભરથના વિસ્તારના સમસપુરમાંથી એક અકલ્પ્ય ઘટના સામે આવી છે. સમસપુરમાં એક લગ્ન સમારોહ યોજયો હતો. જે લગ્ન સમારોહ દરમિયાન સાત ફેરા ફરતા પહેલા જ દુલ્હનનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. દુલ્હનના મૃત્યુ બાદ બંને પક્ષો સહમત થયા હતા અને દુલ્હનની નાની બહેન સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા. થોડાક સમય પહેલા જે વરરાજાને જીજાજી કહીને બોલાવતી હતી તેને તાત્કાલિક જ તેમની સાથે લગ્ન કરવા પડ્યા હતા.

લગ્ન સમારોહ હિંદુ રીતી-રીવાજોને અનુસરીને જ પૂર્ણ થયા હતા. જયારે જન આવી ત્યારે તેમનું ખુબ જ સરસ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. વરરાજો અને દુલ્હને બંને એ એક બીજાને વરમાળા પહેરાવી. વરરાજા દ્વારા દુલ્હનની માંગ પણ ભરવામાં આવી હતી. ત્યારબાદ હવે સાત ફેરા ફરવાનો સમય થયો હતો. રાત્રે અંદાજે અઢી વાગ્યાની આસપાસ ઓસરીમાં જ સાત ફેરાની તૈયારી ચાલુ હતી. દુલ્હન પણ મંડપમાં ઉપસ્થિત હતી. ત્યારબાદ તે અચાનક જ બેભાન થઇ ગઈ અને મંડપમાં જ પડી ગઈ. લોકોના જણાવ્યા અનુસાર દુલ્હનને હાર્ટ એટેક આવ્યો હતો જેને લીધે તેમનું મોત થયું હતું.

દુલ્હનના મૃત્યુ બાદ થોડા જ સમયમાં બંને પક્ષોએ સહમત થઈને દુલ્હનની નાની બહેન સાથે લગ્નની વિધિ ઝડપથી કરાવવાની વાત થઇ હતી. બંને પક્ષોની સહમતી બાદ મૃત્યુ પામેલ દુલ્હનની બહેન દુલ્હન બની હતી અને જલ્દી જ તેમના લગ્ન કરવામાં આવ્યા હતા. દુ:ખ વચ્ચે જ મૃત દુલ્હનની નાની બહેનને વરરાજા સાથે વિદાય આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *