છત્તીસગઢ: સૂરજપુર જિલ્લામાં શુક્રવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક પોલીસકર્મી સહિત બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ ઉપરાંત 2 પોલીસકર્મીઓ સહિત 4 લોકો ઘાયલ પણ થયા છે. આ તમામ 11:30 વાગ્યે બોલેરોમાં ખોપા ધામ તરફ જઈ રહ્યા હતા ત્યારે કરણજી ચોકીના કેનાપરા વળાંક પર અચાનક એક ઝડપી બસ અને બોલેરો સામસામે ટકરાયા હતા. અકસ્માત બાદ બસ ચાલક બસ છોડીને ફરાર થઇ ગયો હતો.
મળતી માહિતી મુજબ, અકસ્માત એટલો ગંભીર હતો કે બોલેરોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પોલીસને જાણ થતા તે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ પોલીસકર્મીઓ અને સામાન્ય લોકોને બિશરામપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તે જ સમયે, બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, દુર્ઘટના સમયે બસમાં કેટલાક લોકો પણ સવાર હતા, પરંતુ તેમને કોઈ ઈજા નથી પહોચી.
આ ભયાનક અકસ્માતમાં જયનગર પોલીસ સ્ટેશનના રહેવાસી રાજવાડે અને રવિરાજ રાજવાડેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ જ બોલેરોમાં સવાર પોલીસકર્મી પિતાંબર રાજવાડે, પોલીસકર્મી ઘનશ્યામ રાજવાડે, પપ્પુ રાજવાડે અને ભોલા રાજવાડે ઘાયલ થયા હતા. જાણવા મળ્યું છે કે, મૃતક રાજુમાર અંબિકાપુરના મહિલા થાણામાં પોસ્ટ હતો.
આ ઉપરાંત, પીતાંબર રાજવાડે અંબિકાપુરની એસપી ઓફિસમાં તૈનાત છે. ઘનશ્યામ રાજવાડે લખનપુર પોલીસ સ્ટેશનમાં પોસ્ટ છે. પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પરિવારના સભ્યોને પણ અકસ્માતની જાણ કરવામાં આવી છે. ઘાયલો ક્યાંના હતા તે હજુ સુધી જાણી શકાયું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.