ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં એકાએક થયો વધારો, સૌથી વધુ આ જીલ્લામાં- ચોંકાવનાર આંકડા આવ્યા સામે

સમગ્ર દેશમાં સૌથી સમૃદ્ધ રાજ્યમાં એક રાજ્ય તરીકે ગુજરાતને ગણવામાં આવે છે પરંતુ તેમ છતાં આજે પણા ગુજરાત રાજ્યમાં છેલ્લા એક મહિનામાં 6846 કુપોષિત બાળકોનો જન્મ થયો  છે. જે પૈકી લોહીની ઉણપ ધરાવાતાં 802 બાળકોનો જન્મ થયો છે. જેમાં પણ સૌથી વધારે બનાસકાંઠામાં 239 બાળકોનો જન્મ થયો છે. આ સાથે લોહીની ઉણપ ધરાવતા સૌથી ઓછા બાળકોનો જન્મ જામનગર, નવસારી અને તાપીમાં થયો છે.

રાજ્યમાં છેલ્લા એક માસમાં 6846 બાળકો કુપોષિત બાળકો તરીકે નોંધાયા છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં સતત કુપોષણ બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત કુપોષિત બાળકો ધરાવતા વિસ્તારોની મુલાકાત લેવામાં આવે છે તેમ છતાં પણ મહિલાઓ સમયસર આરોગ્ય વિભાગની સુવિધાઓનો લાભ લેતી નથી. જેના કારણે સતત કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા અનેક યોજના હેઠળ લાખો, કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં જવાબદાર તંત્રની ક્યાંક ઉણપને લઈ બનાસકાંઠામાં કુપોષણનું ડર ઘટવાનું નામ જ નથી લઇ રહ્યું. જેમાં વનવાસી અને સરહદી વિસ્તાર ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં અનેક બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે.

બાળકોનો વિકાસ અટકાવતી કુપોષણની બીમારી સામે બાળકોને સુરક્ષા કવચ પુરું પાડવા માટે સરકાર દ્વારા કેટલીય યોજના ચલાવવામાં આવી રહી છે. તેમજ બાળકોને કુપોષણની બીમારીથી દુર રાખવા માટે અન્નપ્રાશન દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે અને છ થી નવ મહિનાના બાળકોને રાબ અને શીરો આપવામાં આવે છે તેમજ આંગણવાડીઓમાં બાળકોને ગરમ નાસ્તો, ભોજન અને ફ્રુટ તેમજ દૂધ સંજીવની યોજના હેઠળ અંકે ખાવાની વસ્તુઓ અને સુવિધાઓ આપવામાં આવે છે તેમજ સગર્ભા અને ધારી માતાઓને 200ml દૂધ અતિ ઓછા વજનવાળા બાળકોને ઘરે જઈ કેલેરી પ્રોટીન સભર લાડુ આપવા સહિતના અનેક પોષણક્ષમ લાભો સરકારી યોજના હેઠળ આપવામાં આવે છે.

જોવા જઈએ તો, બનાસકાંઠાના આદિવાસી વિસ્તાર ગણાતા દાતા, અમીરગઢ વિસ્તારમાં કુપોષિત બાળકોની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત આ આદિવાસી વિસ્તારમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો થાય તે માટે વધુમાં વધુ તેમને સરકારી સહાય આપવામાં આવી રહી છે, પરંતુ આ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ખુબ જ ઓછું હોવાના કારણે અને મોટાભાગની મહિલાઓ વ્યસન કરતી હોવાના કારણે સતત કુપોષિત બાળકોનો જન્મ થાય છે જયારે બીજી તરફ સમયસર જન્મતાની સાથે જ આ વિસ્તારની મહિલાઓ પોતાના બાળકોને સમયસ દૂધ ન આપતી હોવાના કારણે સતત કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

જિલ્લા પ્રમાણે ઓછું વજન ઘરાવતા કુપોષિત બાળકોનો આંકમાં બનાસકાંઠા. 411, આણંદ 379, અમદાવાદ શહેર 369, મહેસાણા. 256, ખેડા. 289, કચ્છ 265, ભરૂચ. 264, રાજકોટ. 261, ભાવનગર. 224, સુરત શહેર. 220, સાબરકાંઠા 209, વડોદરા. 204, પાટણ. 203, નવસારી. 200, દાહોદ. 197, સુરેન્દ્રનગર. 180, વલસાડ. 166
અમદાવાદ જિલ્લો 164, સુરત. 163, નર્મદા 140, રાજકોટ શહેર 140, ગાંધીનગર જિલ્લો 138, પંચમહાલ. 136, મોરબી. 135, અમરેલી. 130, જામનગર 128, વડોદરા શહેર. 127, છોટાઉદેપુર. 118, મહીસાગર. 116, અરવલ્લી 113, ગીર સોમનાથ 113, તાપી 88, દેવભૂમિ દ્વારકા 86, ભાવનગર શહેર 78, જૂનાગઢ. 75, જૂનાગઢ શહેર 68, પોરબંદર. 61, ડાંગ 53 સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *