સુરત(ગુજરાત): છેલ્લા કેટલાક મહિનામાં રાજ્યમાં કોરોનાએ જાણે કાળો કહેર વર્તાવ્યો હતો. ત્યારે કોરોનાની બીજી લહેરમાં એક તબક્કે સુરતમાં ૨ હજારથી વધુ કેસો સામે આવતા હતા. આ દરમિયાન, સુરતમાં એક સોફ્ટવેર એન્જીનીયરને કોરોના થયો હતો. તેઓના ફેફસા 100 ટકા ડેમેજ થયા હતા. ત્યારબાદ તેઓ 126 દિવસ સુધી કોરોના સામે જંગ લડ્યા હતા. આખરે તેઓ આ જંગ જીત્યા છે. 100 દિવસથી વધુ આઈસીયુ અને વેન્ટીલેટર પર રહ્યા બાદ તેઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.
સુરતમાં બીજી લહેર તો ખુબ જ ઘાતક નીવડી હતી. બીજી લહેરમાં એક તબક્કે સુરતમાં 2 હજારથી વધુ કેસો સામે આવતા હતા. તેમજ હોસ્પિટલમાં બેડની અછત સર્જાતા વિવિધ વિસ્તારોમાં આઈસોલેશન સેન્ટર શરુ કરવાની નોબત પણ આવી હતી. આટલું જ નહી સ્મશાનગૃહોમાં પણ લાંબી લાઈનો જોવા મળતી હતી.
આ દરમિયાન, સુરતમાં જયારે બીજી લહેર પીકઅપ પર હતી, ત્યારે સુરતમાં રહેતા સોફ્વેટર એન્જીનીયર જીતેન્દ્ર ભાલાણી કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. તેમણે રીપોર્ટ કરાવતા તેઓના ફેફસાં 100 ટકા ડેમેજ થયા હોવાનું સામે આવ્યું હતું. માત્ર એક જ દિવસમાં તેમની તબિયત ખુબ જ લથડી ગઈ હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક આઈસીયુ અને વેન્ટીલેટર પર મુકવાની ફરજ પડી હતી. જીતેન્દ્રભાઈને તાત્કાલિક સારવાર માટે લાલ દરવાજા ખાતે આવેલી સીમ્સ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. અહી તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.
એટલું જ નહી પરંતુ, તેઓ કોરોના સામેની આ જંગ એક બે કે ૧૫ દિવસ નહિ પરંતુ ૧૨૬ દિવસ સુધી લડ્યા હતા. ૧૨૬ દિવસમાંથી ૧૦૦થી વધુ દિવસ તો તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. અને આખરે તેઓએ કોરોના સામેની આ જંગ જીતી લીધી છે. હવે તેઓ બિલકુલ સ્વસ્થ થયા છે અને ઘરે પરત ફર્યા છે. તેમને સ્વસ્થ કરવા અનેક ડોક્ટર્સે ભગીરથ કાર્ય કર્યું છે.
સુરતમાં જયારે કોરોનાની બીજી લહેર હતી ત્યારે તેમની પરિસ્થતિ ગંભીર થઇ હતી. જેથી તેઓને હોસ્પીટલમાં દાખલ થવા જણાવ્યું હતું. તેમની પરિસ્થતિ એટલી ગંભીર થઇ હતી કે તેઓને એક જ દિવસમાં આઈસીયુ અને બાદમાં વેન્ટીલેટર પર મુકવામાં આવ્યા હતા. તેઓના ૧૦૦ ટકા ફેફસા ડેમેજ થઇ ગયા હતા. તેમને ૧૦૦ દિવસથી વધુ વેન્ટીલેટર પર રાખવા પડ્યા હતા. સારવાર દરમિયાન તેમને તેના પરિવારનો સપોર્ટ પણ ખુબ રહ્યો હતો અને તેઓ 128 દિવસ કોરોના સામે લડ્યા બાદ સ્વસ્થ થયા છે. જેથી અમે ભગવાન અને હોસ્પિટલના ડોક્ટર અને તમામ સ્ટાફનો ખુબ ખુબ આભાર માનીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.