રાજ્યમાં આવેલ વલસાડ શહેરમાંથી હાલમાં એક ખબૂ ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. એક પુરુષને પરસ્ત્રીની સાથે સંબંધ રાખવો ખુબ ભારે પડયો હતો. પોતાનો પતિ અન્ય મહિલાની સાથે હોટેલમાં ગયો હોવાની જાણ પત્નીને થતા જ તે પોતાના અન્ય પરિવારજનોની સાથે હોટેલ પર પહોંચી ગઈ હતી.
અહીં પોતાના પતિને પરસ્ત્રીની સાથે કઢંગી હાલતમાં પકડી પાડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્યારપછી આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. મારામારીનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
વલસાડ-ધરમપુર વચ્ચેની વાંકલ હોટલની ઘટના:
સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયેલ આ વીડિયો વલસાડ-ધરમપુર રોડ પરની હોટેલનો હોવાનું જાણવા મળી રહ્યું છે. એક પુરુષ અહીં તેની પ્રેમિકાની સાથે એકાંત માણવા માટે આવ્યો હતો. બંને હોટેલના રુમમાં એકાંત માણી રહ્યા હતા ત્યારે પુરુષની પત્ની સહિતના પરિવારજનો હોટેલ પર આવ્યા હતા.
હોટેલના રૂમમાં તપાસ કરતા પોતાનો પતિ કઢંગી હાલતમાં મળી આવતા જ પત્નીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું તેમજ પોતાના પતિ તથા તેની પ્રેમિકાને હોટેલના રૂમમાં જ મેથીપાક ચખાડ્યો હતો. પત્નીની સાથે આવેલ અન્ય પરિવારજનોએ પણ બંનેને મેથીપાક ચખાડ્યો હતો.
‘પતિ-પત્ની ઔર વો’નો મામલો પહોંચ્યો પોલીસ મથકમાં:
વાંકલની હોટેલમાં પતિ તથા તેની પ્રેમિકાને મેથીપાક ચખાડ્યા પછી પુરુષના પરિવારજનો મહિલાને અર્ધનગ્ન હાલતમાં હોટલની બહાર લઈ જવામાં આવ્યા હતા. જેની જાણ પોલીસ કંટ્રોલને થતા વલસાડ રૂરલ પોલીસની ટીમ મહિલાની મદદ કરવા માટે આવી પહોંચી હતી.
આની સાથે જ પ્રેમી-પ્રેમિકાને પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે, અહીં બંને પરિવારની વચ્ચે સમાધાન થઈ જતા પોલીસ દ્વારા ચોપડે કોઈ નોંધ કરવામાં આવી ન હતી. જો કે, હોટેલમાં થયેલ મારામારીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.