એવો તો શું ગુનો કર્યો કે અક્ષય કુમાર, સલમાન ખાન સહીત 28 જેટલા દિગ્ગજ સેલેબ્રિટીઓ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

પ્રખ્યાત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં મોત બાદ સૌથી મોટો ખુલાસો થયો હોય તો એ છે ડ્રગ્સ રેકેટનો ખુલાસો. જેમાં કેટલીક પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રીઓ તથા અભિનેતાઓના નામ…

પ્રખ્યાત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં મોત બાદ સૌથી મોટો ખુલાસો થયો હોય તો એ છે ડ્રગ્સ રેકેટનો ખુલાસો. જેમાં કેટલીક પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રીઓ તથા અભિનેતાઓના નામ સામે આવ્યા હતા ત્યારે હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવ્યા છે.

વર્ષ 2019માં હૈદરાબાદમાં થયેલ ગેંગરેપ ખુબ ચર્ચામાં રહ્યો હતો. પીડિતાને ન્યાય અપાવવા માટે સમગ્ર દેશના લાખો લોકોએ અવાજ ઉઠાવ્યો હતો કે, જેમાં સલમાન ખાન, અજય દેવગન, અક્ષય કુમાર, અભિષેક બચ્ચન સહિતના બિગ સ્ટાર્સ પણ સામેલ હતા. જો કે, આ બધા જ સેલેબ્સે સોસિયલ મીડિયામાં રેપ પીડિતાની ઓળખ ઉજાગર કરવામાં આવી હતી તેમજ હવે આ અંગે ફરિયાદ થઈ છે.

દિલ્હીના જાણીતા વકીલ ગૌરવ ગુલાટી દ્વારા બોલિવૂડ સ્ટાર્, ટોલિવૂડ એક્ટર્સ, ક્રિકેટર્સ તથા RJ (રેડિયો જોકી) સહિત 38 સેલેબ્સની વિરુદ્ધ રેપ પીડિતાનું નામ જાહેર કરવા પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગૌરવે દિલ્હીના સબ્જીમંડી પોલીસ મથકમાં ભારતીય કલમ 228A અંતર્ગત કેસ કરવામ આવ્યો છે.

ગૌરવ જણાવતા કહે છે કે, આ સ્ટાર્સે જનતા માટે ઉદાહરણરૂપ બનવું જોઈએ. જો કે, તેમણે કાયદો તોડીને રેપ પીડિતાની ઓળખ જાહેર કરી હતી. કેસ દાખલ કર્યા પછી વકીલ દ્વારા આ તમામ સેલેબ્સની ધરપકડની માગણી કરવામાં આવી છે.

આ સેલેબ્સ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ:
વકીલ ગૌરવ ગુલાટી દ્વારા સલમાન ખાન, અક્ષય કુમાર, અજય દેવગન, અભિષેક બચ્ચન, ફરહાન અખ્તર, અનુપમ ખેર, પરિણીતી ચોપરા, દિયા મિર્ઝા, સ્વરા ભાસ્કર, રકુલ પ્રીત સિંહ, યામી ગૌતમ, રિચા ચઢ્ઢા, કાજલ અગ્રવાલ, શબાના આઝમી  વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આની સાથે જ હંસિકા મોટવાની, પ્રિયા મલિક, અરમાન મલિક, કરનવીર બોહરા, ડિરેક્ટર મધુર ભંડારકર, સાઉથ એક્ટર રવિ તેજા, અલ્લુ શિરીષ, ક્રિકેટર હરભજન સિંહ, શિખર ધવન, નિધી અગ્રવાલ, ચાર્મી કૌર, આશિકા રંગનાથ તથા RJ સાઇમા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *