આ છે વિશ્વની સૌથી મોંઘી કોફી- એક કપ પીવા માટે આખા મહિનાનો પગાર પણ ઓછો પડશે

સમગ્ર દુનિયામાં ખુબ મોટા પ્રમાણમાં કેટલાક લોકો એવા હોય છે કે, જેમનો દિવસ કોફીથી શરૂ થતો હોય છે તેમજ કોફીથી જ પૂરો થતો હોય છે ત્યારે સવારમાં હોટ કેપ્યુચીનો તો રાત્રે કોલ્ડ કોફી. કોફીના રસિયો હંમેશા અલગ અલગ પ્રકારની કોફીનો પ્રયોગ કરતા હોય છે.

આવા સમયમાં કોફી રસિયાઓ માટે એક ખુશ ખબર સામે આવી છે. જગપ્રસિદ્ધ સિવેટ કોફીનું ઉત્પાદન ભારતમાં પણ હવે શરૂ થઈ ચુક્યું છે ત્યારે આ કોફીની ખાસીયત એ છે કે, આ કોફી સિવેટ બિલાડીના મળમાંથી બનાવવામાં આવે છે. સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે પણ આ હકિકત છે. સિવેટ બિલાડીના મળમાંથી સિવેટ કોફી બનાવાય છે.

સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે આ સિવેટ કોફી:
વિશ્વ વિખ્યાત સિવેટ કોફીનું ઉત્પાદન હવે ભારતના કર્ણાટકમાં પણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આપને જણાવી દઈએ કે, સિવેટ બિલાડીના મળમાંથી બનાવવામાં આવે છે તથા સિવેટ કોફી જેને અમીરોની કોફી કહેવામાં આવે છે. આ કોફીની કિંમત અંદાજે 25,000 રૂપિયા હોવનું મનાય છે.

25,000 રૂપિયા કિલો મળે છે કોફી:
સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયેલ સિવેટ કોફીની કિંમત અંદાજે 25,000 રૂપિયા પ્રતિ કિલો હોવાનું મનાય છે ત્યારે આ કોફી એ બિન્સથી બનાવાય છે તે સિવેટ કેટ ખોરાકમાં પચાવી શક્તી નથી. આવા બિન્સને ઉપાડી લઈને તેને પ્રોસેસ કરીને કોફી પાવડર બનાવાય છે. સિવેટ કોફીને લુવર્ક કોફી પણ કહેવાય છે.

અમીરોની પસંદ છે આ કોફી:
એવું કહેવામાં આવે છે કે, આ કોફીમાં ખુબ મોટા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. આ બિન્સને મેળવવા માટે ખુબ ખર્ચ પણ કરવો પડે છે. આની સાથે-સાથે આપને જણાવી દઈએ કે, સિવેટ કોફીને ખાડી દેશો, અમેરિકા અને યુરોપના અમીર લોકો પીવે છે.

કર્ણાટકમાં ઉત્પાદન થયું શરૂ:
ભારતના સૌથી મોટા કોફી ઉત્પાદક રાજ્ય કર્ણાટકના કુર્ગ કોન્સોલિડેટ કોમોડિટીઝે નાના પ્રમાણમાં સિવેટનું ઉત્પાદન શરૂ કર્યું છે. સીસીસીના સંપાદકનું જણાવવું છે કે, શરૂઆતમાં સિવેટ કોફીનું ઉત્પાદન ખુબ નાના પ્રમાણમાં કરીએ છીએ. વર્ષ 2015-’16માં આ કોફીનું ઉત્પાદન ફક્ત 60 કિગ્રા થયું હતું જયારે 2016-;17માં તેનું ઉત્પાદન કુલ 200 કિગ્રા સુધી પહોંચી ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *