મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિજય રૂપાણીએ જણાવતા કહ્યું હતું કે, ‘આટલા વર્ષોની વિકાસ યાત્રાને હું અહિયાં સમાપ્ત કરું છું, અને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપું છું’. અંતિમ વાર મુખ્યમંત્રી પદેથી વાત કરતા વિજય રૂપાણીએ વિકાસને લઈને ઘણી વાતો કરી હતી અને આટલા વર્ષોનો અનુભવ વ્યક્ત કર્યો હતો. કોરોનાથી લઈને ઘણા વિષયો પર વિજય રૂપાણીએ મુદ્દાઓ પર પ્રકાશ પાથર્યો હતો.
નરેન્દ્ર મોદી બાદ હજી સુધી કોઈ પણ મુખ્યમંત્રી પોતાની મુખ્યમંત્રી તરીકેની ટર્મ પૂરી કરી શક્યા નથી. ત્યારે આ કડીમાં હવે વિજય રૂપાણીનું નામ પણ જોડાઈ ગયું છે. વિજય રૂપાણીએ કેન્દ્રીય નેતૃત્વનો આભાર માન્યો છે અને રાજીનામું રાજ્યપાલને સોંપ્યું છે. ત્યારે હવે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી બનશે તે અંગે ચર્ચાઓએ જોર પકડ્યું છે. પરંતુ મુખ્યમંત્રી નક્કી કરવાનું કામ હાલ કમલમાં ચર્ચાઈ રહી છે.
મુખ્યમંત્રી રૂપાણીના સ્થાને નવો ચહેરો પણ હશે તે અંગેની ગહન મીટીંગ હાલમાં ગાંધીનગર કમલમ ખાતે થઈ રહી છે. હાલમાં પ્રભારીઓ સહિત આ મિટિંગમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા પણ જોડાશે તેવી માહિતી સામે આવી છે.
આજે સાંજ સુધીમાં ગુજરાત રાજ્યના નવા મુખ્ય મંત્રી કોણ હશે, તે અંગે ની જાહેરાત ભાજપ દ્વારા કરી દેવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે, ત્યારે પ્રબળ દાવેદારોમાં હાલમાં પ્રદેશ પ્રમુખ આર પાટીલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાનું નામ મોખરે ચાલી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.