વડોદરા(ગુજરાત): ગુજરાત રાજ્યમાં ક્રાઇમ(Crime)ની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આ ઘટનામાં સામાન્ય બાબતોમાં થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા કોઈનો જીવ લઇ લીધો હોવાનો બનાવ જોવા મળ્યો છે. આવી જ એક ચોકાવનારી ઘટના વડોદરા(Vadodara)માંથી નજરે ચડી હતી. જેમાં જમવા બાબતે એક પુત્ર અને પિતાને વચ્ચે ઝઘડો થતા પિતાએ રાત્રે સુતેલા પુત્ર પણ કુહાડીના ઘા ઝીંકીને હત્યા(Murder) કરી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો(Police Team) ઘટના સ્થળ દોડી આવ્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ(Postmortem) માટે હોસ્પિટલ(Hospital) ખસેડી સમગ્ર મામલે હત્યારા પિતા વિરુધ ગુનો નોંધીને તેની અટકાયત કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, કનુ પરમાર નામનો વ્યક્તિ તેના પરિવારની સાથે અમદાવાદના વાઘોડિયાના કોટંબી ગામમાં વસે છે. તેને સંતાનમાં 2 દીકરા છે. કનુ પરમાર પરિવારનું ગુજરાન મજૂરી કરીને ચલાવે છે. શુક્રવારના રાત્રે કનુ પરમાર તેમની પત્ની કૈલાસ પરમાર, પુત્ર રાજુ અને રાકેશ ઘરમાં જ હતા. તે સમયે રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ રાકેશ અને કનુ પરમાર વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડડો એટલો ગંભીર બન્યો હતો કે, રાકેશે પોતાના જ પિતા કનુ પરમારના પેટમાં બેથી ત્રણ પાટા માર્યા હતા.
ત્યારબાદ પરિવારના અન્ય સભ્યોએ પિતા-પુત્રને સમજાવીને સમગ્ર મામલો પાર પડ્યો હતો. આ વાતનું પિતાને માઠુ લગતા તેમને દીકરાની હત્યા કરવાનું કાવતરું તૈયાર કર્યું હતું. રાત્રીના સમયે રાકેશ સુતો હતો. તે દરમિયાન પિતા કનુ પરમારે કુહાડીના 4થી 5 ઘા મારીને રાકેશને મોતને ઘાટ ઉતારી લીધો હતો. આ બાબતની જાણ કૈલાશ પરમારને થતા તેમને બૂમાબૂમ કરી હતી. ત્યારબાદ કનુ પરમાર બધા સુઈ જાવ તેમ કહીને તે ઘરની બહાર જતો રહ્યો હતો.
કૈલાસ પરમારે આ ઘટનાની જાણ આસપાસના પાડોશીને અને ગામના સરપંચને કરી હતી. ત્યારબાદ ગામના સરપંચએ સમગ્ર ઘટનાની જાણ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં જણાવી હતી. ત્યારબાદ તરત વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે રાકેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તેના પિતા કનુ પરમારની અટકાયત કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.