બિહાર(Bihar): આજકાલ વધી રહેલી હત્યાની ઘટનાઓ દરમિયાન ફરીવાર બિહાર(Bihar)ના કિશનગંજમાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં પુત્રવધૂનો બદલો લેવા માટે એક દાદી(Grandmother)એ તેના ત્રણ વર્ષના પૌત્રની હત્યા કરી હતી. આ હત્યાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પોલીસને CCTV ફૂટેજ મળ્યા બાદ આરોપી દાદીએ શરણાગતિ સ્વીકારી. આ ઘટના કિશનગંજ(Kishanganj) ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના ખાગરા એરપોર્ટ(Airport) મોહલ્લાની હોવાનું સામે આવ્યું છે. જ્યાં ત્રણ વર્ષનો બાળક તંજીલ(Tanjil) રમતી વખતે અચાનક ગુમ થઈ ગયો હતો.
જ્યારે તંજીલ સાંજે ઘરે પરત ન ફર્યો ત્યારે તેના પરિવારના સભ્યો અને નજીકના લોકોએ તેને શોધવાનું શરૂ કર્યું. પરંતુ, તેનો ક્યાંય પત્તો લાગ્યો નહી. બીજા દિવસે એટલે કે, 7 સપ્ટેમ્બરની સવારે, ત્રણ વર્ષના માસૂમ તંજીલનો મૃતદેહ તેના ઘરથી થોડે દૂર ખાગરા કૃષિ ભવન પાસેથી મળી આવ્યો હતો. આ ઘટનાના એક દિવસ પહેલા બાળકના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કિશનગંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં તે ગુમ થયો હતો. જેના કારણે પોલીસ પણ તપાસમાં લાગી હતી. પોલીસના પ્રયાસો બાદ બાળકના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં ખાડામાં તરતો મળી આવ્યો હતો.
તંજીલના સંબંધીઓ અને સ્થાનિક લોકો દ્વારા માસૂમ બાળકના મૃતદેહ જોયા બાદ હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને જિલ્લાના એસપી કુમાર આશિષ પાસે વૈજ્ઞાનિક સંશોધનની માંગ કરવામાં આવી હતી જેથી હત્યારો શોધી શકાય. પોલીસ દ્વારા ઘટનાસ્થળની નજીક લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી ત્યારે બાળકને તેની દાદી અફસાના ખાતૂન બાળકને ખોળામાં લઈ જતા જોવા મળી હતી.
સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા મજબૂત પુરાવા ભેગા કરવામાં આવ્યા હતા અને અફસાનાની ધરપકડ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પોલીસના દબાણથી ડરી ગયેલા અફસાના ખાતૂને ટાઉન પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસની પૂછપરછમાં બાળકીની દાદી અને હત્યાના આરોપી અફસાના ખાતૂને જણાવ્યું હતું કે. તેની પુત્રવધૂ સાથે વિવાદ ચાલી રહ્યો હતો અને તેણે મેલીવિદ્યાના આધારે પુત્રને વશમાં કર્યો હતો.
આરોપી અફસાનાએ જણાવ્યું કે, પુત્રને પોતાનાથી દૂર જતા જોઈને તેણે પુત્રવધૂનો બદલો લેવાનું નક્કી કર્યું હતું અને તેના પૌત્રની હત્યા કરવામાં આવી હતી. કિશનગંજ એસપી કુમાર આશિષે ઘટનાની પુષ્ટિ કરી અને જણાવ્યું કે, આરોપીના પુત્ર મહંમદ તનવીરની લેખિત ફરિયાદ પર પોલીસ દ્વારા કેસ નોંધ્યો અને મહિલાને જેલમાં મોકલવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.