હાર્દિકના ઘણા જુના સાથીદારો માની રહ્યા છે કે, ભાજપના સર્વોપરી નેતાના ઈશારે જ હાર્દિક કામ કરી રહ્યો છે, જે સ્ક્રીપ્ટ હાર્દિકને દિલ્હી હેડ ક્વાર્ટર પાસેથી આવે તે મુજબ જ હાર્દિક અનુસરે છે. ચૂંટણી પહેલા અનામતની નૈયા ભાજપના સમુદ્રમાં ખેંચી જવા માટે હાર્દિક ને કહેવામાં આવ્યું છે અને એ મુજબ જ આંદોલન ને બંધારણીય રીતે ચલાવીને ઠંડુ પાડીને વિપક્ષ ના વિરોધમાં બોલવાનું કહેવાયું છે. આમ જુના સાથીદારો અને ઘણા વરિષ્ઠ રાજકીય વિશ્લેષકો પણ આ વાત માની રહ્યા છે.
છેલ્લા સાડા ત્રણ વર્ષથી પાટીદાર સમાજને અનામતના નામે ઉશ્કેરી રહેલો હાર્દિક પટેલ હવે ઝૂક્યો છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાર્દિકે યુટર્ન લીધો છે. મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને અપાયેલી અનામત બાદ એકાએક તેને જ્ઞાન આવ્યું કે, બંધારણીય રીતે લડવું પડશે, જેથી હાર્દિક પટેલ અને તેના સાથીદારોએ હવે સર્વે કરવા માટે પંચ સમક્ષ રજૂ કરવા રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા લડત લડી રહેલો પાસ કન્વીનર પહેલા કોઈનું સાંભળવા તૈયાર ન હતો અને કહેતો કે ના થાકીશ, ના ઝૂકીશ, ના રોકાઈશ. હવે તેણે પણ બંધારણીય પ્રક્રિયામાંથી પસાર થવાનું સ્વીકાર્યુ છે.
પાટીદાર અનામત આંદોલનમાં અનેક યુવાનોને જેલવાસ ભોગવવો પડ્યો
આમ છેલ્લા લાંબા સમયથી પાટીદારોને અનામત આપોના નામે હાર્દિક પટેલે અનેક રેલીઓ-સભાઓ અને અનેક યુવાનોને જેલવાસ સુધીની લડત લડવી પડી હતી. પરંતુ હાર્દિક પટેલ અને અનામતના આંદોલનકારીઓને પાટીદાર સમાજના શિક્ષિત અને બંધારણના નિષ્ણાતોએ અનેક વખત સમજાવ્યા કે પાટીદાર સમાજને અનામત મેળવવી હોય તો બંધારણીય રીતે પ્રક્રિયા કરવી પડે અને તે પ્રક્રિયાના આધારે પાટીદાર સમાજને અનામત મળી શકે છે. પરંતુ નેતા હાર્દિક પટેલ અને તેના સાથીઓ સમાજના શિક્ષિત લોકોની અવગણીને આંદોલનના નામે રેલીઓને તોફાનો સુધીની લડત લઈ ગયા હતા .
હાર્દિકની લડાઈ સમાજને ગેરમાર્ગે દોરતીની હોવાનું સમજુ પાટીદારો માની રહ્યા છે
અનામતના નામે લડનારા કેટલાક પાટીદાર યુવાનો રાજકીય આગેવાન બની ગયા છે. તો કેટલાક ધારાસભ્ય સુધી પહોંચી ગયા છે. આમ અનામત આંદોલનની લડત હાર્દિક પટેલ અને પાસ દ્વારા ગેરમાર્ગે ચાલતી હોવાનું હવે પુરવાર થઈ રહ્યું છે. કેમકે, છેલ્લા ત્રણ વર્ષથી હાર્દિક પટેલ અને પાટીદાર આંદોલનના નેતાઓ અનામતના નામે માત્ર રાજકીય લાભ લેવા માટે કોશિશ કરતા હોવાનું હવે સમાજના સમજું નાગરિકો પણ જાણી ગયા છે
અનામતના નામે હાર્દિક અને તેની ટીમે રાજકીય એજન્ડા પાર પાડ્યો
હાર્દિક પટેલના આંદોલન દરમિયાન અનામતના બદલે વિધાનસભાની ચૂંટણી હોય સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે આગામી લોકસભાની ચૂંટણી હોય તેઓનો એજન્ડા અનામતના બદલે માત્ર ને માત્ર એક જ રાજકીય પક્ષ અને ઘર ભેગો કરવા માટેનો હોય તેવું હવે પાટીદાર સમાજના જાગૃત નાગરિકો માની રહ્યા છે.
મરાઠા સમાજને મળેલી અનામતથી હાર્દિક પટેલે પણ પલટી મારી
મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને બંધારણીય પ્રક્રિયાના આધારે અનામત આપવા અંગેનો મારે નિર્ણય કર્યો છે. ત્યારે ગુજરાતમાં પણ પાટીદાર અનામત આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલને એકાએક ખબર પડી કે ગુજરાતમાં ચાલી રહેલા પંચ સમક્ષ સર્વે માટેની કામગીરી કરીને પ્રક્રિયા કરવાથી અનામત મળી શકે છે. જેથી હાર્દિક પટેલે હવે શોભનાબેન પંચ સમક્ષ સર્વે કરવા માટેની રજૂઆત માટેનો સમય માંગ્યો છે, જેમાં જણાવ્યું છે કે 21 સભ્યોની ટીમ પંચ સમક્ષ રજૂઆત કરવા માટે આવશે.