સિંધુનું પાણી રોકવા માટે ત્રણ પરિયોજનાઓ પર ઝડપથી કામ કરશે ભારત

Published on: 9:27 am, Mon, 26 November 18

ભારતે બે બંધના નિર્માણ સહિત ત્રણ પરિયોજનાઓ પર કામ ઝડપથી પૂરું કરવા માટેનો નિર્ણય લીધો છે જેથી પાકિસ્તાનની સાથે સિંધુ જળ સંધિ હેઠળ પોતાના ભાગનું પાણી રોકી શકે જેનો ઉપયોગ નથી થઈ રહ્યો.

સરકારી અધિકારીઓએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે આ ત્રણ પરિયોજનાઓમાં શાહપુર કાંડી બંધ પરિયોજના, પંજાબમાં બીજો સતલુંજ-બ્યાસ સંપર્ક અને જમ્મુ-કાશ્મીરમાં ઉઝ બંધનો સમાવેશ થાય છે.

તેમાંથી એકે કહ્યું, આ (ત્રણ) પરિયોજનાઓ લાલ ફીતાશાહી અને આંતરાષ્ટ્રીય વિવાદોથી ઘેરાયેલી હતી. પણ હવે આ પરિયોજનાઓનું કામ ઝડપથી શરું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સિંધુ જળ સંધિ હેઠળ સિંધુની ત્રણ સહાયક નદીઓ- સતલુજ, બ્યાસ અને રાવીથી વહેતું પાણી ભારતને ફાળવવામાં આવ્યું છે જ્યારે ચેનાબ, ઝેલમ અને સિંધુનું પાણી પાકિસ્તાનને ફાળવવામાં આવ્યું છે.

કુલ 16.8 કરોડ એકર ફૂટમાંથી ભારતના ભાગમાં ફાળવવામાં આવેલી નદીઓનું 3.3 કરોડ એકર ફુટ પાણી છે, જે લગભગ 20 ટકા છે.

એક અધિકારીએ કહ્યું- સિંધુ જળ સંધિ હેઠળ પોતાના ભાગનું લગભગ 93-94 ટકા પાણીનો ઉપયોગ કરે છે. બાકી પાણીનો કોઈ ઉપયોગ થતો નથી અને તે પાકિસ્તાનમાં ચાલ્યું જાય છે.