ભરૂચ (ગુજરાત): કેન્દ્રિય માર્ગ પરિવહન તથા રાજ્યમાર્ગ મંત્રી (Minister of Road Transport and Highways) નિતીન ગડકરી (Nitin Gadkari) દ્વારા મુંબઇ (Mumbai) થી દિલ્હી (Delhi) ને જોડતાં એક્સપ્રેસ વે (Express highway) પર ભરૂચ નજીક થઇ રહેલ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સમિક્ષા બેઠક પછી પત્રકાર પરિષદમાં તેઓએ કહ્યું હતું કે, આગામી વર્ષ 2023 સુધીમાં એક્સપ્રેસ વેની કામગીરી પુર્ણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે ત્યારે વડોદરા – અંક્લેશ્વર વચ્ચેનો વાહનવ્યવહાર આગામી માર્ચ વર્ષ 2022 સુધીમાં શરૂ થઇ જાય તેવો લક્ષ્યાંક રહેલો છે. હાલમાં મુંબઇ દિલ્હી વચ્ચેની મુસાફરી માટે લાગતો 24 કલાકના સમયની જગ્યાએ એક્સપ્રેસ વેના નિર્માણ પછી 12 કલાક થઇ જશે.
અણી સાથે જ નીતિન ગડકરીએ શુક્રવારનાં રોજ ભરૂચ જિલ્લામાં નિર્માણ પામી રહેલ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કુકરવાડા નજીક નર્મદા નદી પર બનાવવામાં આવેલ એક્સપ્રેસ વેના 2 કિમી લાંબા એક્સ્ટ્રાડોઝ કેબલ બ્રીજની મુલાકાત લીધી હતી.
આ અંગે તેમણે કહ્યું હતું કે, નર્મદા નદી પર બનાવવામાં આવેલ કેબલ બ્રીજ ભારતનો સૌપ્રથમ 8 લેન બ્રીજ છે કે, જે એક આઈકોનિક બની રહેશે. સમગ્ર રાજ્યમાં 423 કિમીનો 8 લેનનો એક્સપ્રેસ-વે કુલ 35,100 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે કે, જેમાંથી 390 કિમીનો કોન્ટ્રાક્ટ પહેલેથી જ આપી દેવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે, ગુજરાત સમગ્ર દેશનું એક સૌથી મોટું આર્થિક કેન્દ્ર છે તેમજ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે દ્વારા રાજધાની સાથે પણ જોડાવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર રાજ્યવાસીઓ માટે આ એક ખુબ આનંદની વાત છે..
1712 કરોડના ખર્ચે 63 કિમીના હિસ્સાનું નિર્માણ થશે:
દિલ્લી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના 63 કિમીના ભાગના નિર્માણ માટે પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચરને કોન્ટ્રેક્ટ આપી દેવામાં આવ્યો છે કે, જે કરજણના સાપા ગામથી ભરૂચ તાલુકામાં આવેલ નબીપુર કીમ સેકશન સુધી 63 કિમીના માર્ગનું નિર્માણ કરી રહી છે. આ એજન્સી ફક્ત 2 વર્ષમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવાની છે. ત્યારપછી સતત 15 વર્ષ સુધી રસ્તાની સંભાળ તથા સંચાલન કરવાનું રહેશે.
રસ્તાના નિર્માણ માટે 20 કરોડના એક એવાં કુલ ત્રણ મશીનનો ઉપયોગ કરાયો:
દુનિયાભરમાં એકસાથે 16 મીટર પહોળો એક્સપ્રેસ-વે તૈયાર કરવા માટેના કોંક્રીટ લેયર મશીન વાપરવામાં આવે છે, પરંતુ 18.75 મીટર પહોળા રસ્તાનું કામ હોવાને લીધે પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા 20 કરોડનું મશીન જર્મનીથી વિશેષ ઓર્ડર આપીને ખરીદવામાં આવ્યું છે.
હાઈવેને લોખંડી મજબૂતી આપવા 62,000 ડોવેલબારનો ઉપયોગ:
આની સાથે-સાથે હાઇવેની મજબૂતી માટે રસ્તો બનાવતી વખતે 2.1 કિલોના 32 MMના ડોવેલ બાર (લોખંડના દંડા) દર 4.5 મીટરે નાંખવામાં આવ્યા છે. કુલ 62,000 ડોવેલબાર નાંખવામાં આવે છે. રસ્તાને લોખંડી મજબૂતી આપવાના ભાગ સ્વરૂપે એને નખાયા હોવાનું કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.