વિશ્વની દિગ્ગજ અમેરિકી ઈ-કોમર્સ કંપની અમેઝોન ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ રિટેલમાં 26 ટકા હિસ્સો ખરીદવાની યોજના બનાવી રહી છે. મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ દેશમાં રિટેલ સેગમેન્ટની સૌથી મોટી કંપની છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રી દેવુ ઘટાડવા ફંડ એકત્ર કરવા માગે છે
રિટેલ ઈન્ડસ્ટ્રીના બે વરિષ્ઠ અધિકારીઓએ આ અંગે જાણકારી આપી છે. જો કે, હાલ યોજના માત્ર ચર્ચાના દોર પર છે. સુત્રોએ જણાવ્યા પ્રમાણે અમેઝોન માને છે કે, ભારતમાં હાલ ફિઝિકલ આઉટલેટ મારફત શોપિંગ કરવાની પરંપરા છે. જેના લીધે ઈ-કોમર્સની સાથે સાથે રિટેલમાં પણ પ્રવેશવા માગે છે. રિલાયન્સમાં હિસ્સો ખરીદવાની સાથે અમેઝોનના જેફ બેજોસને ભારતીય ગ્રાહકો સુધી પહોંચ વધારવા સહાય મળશે. ડીલ સફળ થાય તો રિલાયન્સ રિટેલ અમેઝોનના ભારતીય ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ વેચાણ કરશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રી દેવુ ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય રિટેલ કે સ્ટ્રેટર્જી ઈન્વેસ્ટર મારફત ડીલ કરી ફંડ એકત્ર કરવા માગે છે. જૂન ત્રિમાસિકના અંત સુધી કંપની પર રૂ. 2.88 લાખ કરોડનુ દેવુ હતું. ભારતમાં હાલ ફિઝિકલ આઉટલેટ મારફત શોપિંગ કરવાની પરંપરા છે. જેના લીધે ઈ-કોમર્સની સાથે સાથે રિટેલમાં પણ પ્રવેશવા માગે છે. રિલાયન્સમાં હિસ્સો ખરીદવાની સાથે અમેઝોનના જેફ બેજોસને ભારતીય ગ્રાહકો સુધી પહોંચ વધારવા સહાય મળશે.
અલીબાબા સાથે ડીલ થઈ શકી નહીં
રિટેલ બિઝનેસનો સ્ટેક વેચવા માટે રિલાયન્સે અમેઝોન પહેલાં ચીનની અલીબાબા ગ્રુપ સાથે વાતચીત શરૂ કરી હતી. પરંતુ વેલ્યુએશન પર સહમતિ ન દર્શાતા ડીલ સફળ થઈ ન હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિલાયન્સ આ મામલે ફ્યુચર ગ્રુપ સાથે પણ વાટાઘાટો કરી રહી છે.