ગુજરાત(Gujarat): હાલમાં વરસાદે ભારે કડાકા-ભડાકા સાથે જોર પકડ્યું છે. ત્યારે હાલમાં રાજ્યના ઉના(una) તાલુકાના નીચી વડલી(nichi vadli) ગામે 2:32 વાગ્યે ભૂકંપનો આચંકો અનુભવાયો છે. જેથી ગામના લોકો ગભરાઇ જતા ઘરની બહાર નીકળી ગયા હતાં. આ ઉપરાંત, બીજી બાજુ જસાધાર(Jasadhar) રેન્જના ગીર બોર્ડરના નાના-મોટા 15 ગામડાઓમાં પણ 2:30 અને 2:33 વાગ્યે તીવ્ર ભૂકંપના ઝટકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. જોકે, ભૂકંપના આંચકા એટલાં તીવ્ર હતાં કે લોકો ગભરાઇને ઘરની બહાર નીકળી ગયાં હતાં.
3.4ની તીવ્રતાના 2 આંચકાથી જસાધાર રેન્જના ગીર બોર્ડર ગામડાઓમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. જોકે, ઉના અને ગીરગઢડામાં ભૂકંપની નહીવત અસર જોવા મળી છે. આ ઉપરાંત વધુમાં જણાવી દઇએ કે, અમરેલી જીલ્લાના કેટલાંક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ખાંભા અને ગ્રામ્ય વિસ્તારોમાં આંચકાઓ અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
જાણવા મળ્યું છે કે, ઘૂઘવાણા, બોરાળા, હનુમાનપર, પચપચીયા, ખાડાધાર સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. 2:30 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતાં. 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. જેનું કેન્દ્રબિંદુ ઉના નજીક હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.