સુરતમાં 10 લુંટારાઓએ મોબાઈલ અને 6 હજારની કરી લુંટ કરી કામદારને મારી મારીને ભૂત બનાવી દીધો

સુરત(ગુજરાત): સુરતમાંથી અવારનવાર મારીમારી(Blows) અને લુંટ(Robbery)ના બનાવો સામે આવતા હોય છે. તેવામાં ફરી એક વાર સુરત(Surat)માંથી કારીગરને ઢોરમાર મારીને તેના પર લુંટ ચલાવવામાં આવી હતી. મધરાત્રે સુરતના પલસાણા(Palsana of Surat)માં આવેલી જોળવા ગામ પંચાયત નજીક(Near Jolwa village panchayat) એક મહારાષ્ટ્રીયન સંચા કારીગરને માર મારી મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવીને લુંતારાઓએ પોલીસને દોડતી કરી છે. વયોવૃદ્ધ દાદીનું મૃત્યુ થયું હોવાથી ઇજાગ્રસ્ત કિશોર મરાઠે(Kishor Marathi) જલગાંવમાં પોતાના વતન જવાની તૈયારી કરી રહ્યો હતો. જયારે પુત્ર માતા અને દાદીને બસ ડેપો પર ઉતારીને પિતાને લેવા માટે પરત આવ્યો ત્યારે પિતા પુત્રને ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. 108 દ્રારા કિશોરભાઈને સારવાર માટે સિવિલ હોસ્પીટલ(Civil Hospital)માં લઇ જવામાં આવ્યા છે.

ઇજાગ્રસ્ત કિશોરભાઈનો ભત્રીજાના જણાવ્યા અનુસાર, તેઓ મહારાષ્ટ્રના વતની છે. સુરતમાં તેઓ સંચા કારીગર તરીકેનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પલસાણા જોળવા ગામની સાંઈદીપ સોસાયટીમાં રહેતા કાકા કિશોરભાઈ શાલિકભાઈ મરાઠેને વતનથી ફોન આવ્યો હતો.

તેમાં જણાવવામાં આવ્યું હતું કે, તમારી દાદીનું મૃત્યુ થયું છે. તે સાંભળતાની સાથે સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. દુઃખદ સમાચારની જાણ રાત્રે 10:30 વાગે થઇ હતી. ત્યારબાદ કાકા તરત પરિવાર સાથે વતન જલગાંવ જવા માટેની તૈયારી કરી રહ્યા હતા. પુત્ર સાથે પત્ની અને સાસુને જલ્દીથી બાઇક પર જોળવા પાટિયા જવા માટે રવાના કરીને પોતે પગપાળા નીકળી ગયા હતા.

તે દરમિયાન જયારે પુત્ર માતા અને દાદીને ઉતારી પિતાને લેવા પરત ફરી રહ્યો હતો. ત્યારે જોળવા ગામ પંચાયત નજીક પિતા ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. જયારે તેને અંગે પૂછ્યું ત્યારે તેમને જણાવ્યું હતું કે, 10 અજાણ્યા વ્યક્તિએ તેમના પર હુમલો કરીને મોબાઈલ અને 5-6 હજાર ભરેલુ પાકીટ લૂંટીને નાસી ગયા હતા. પુત્રએ ઇજાગ્રસ્ત પિતાને તાત્કાલિક 108 દ્રારા સારવાર માટે સિવિલ ખસેડવામાં આવ્યા હતા. ત્યા

રબાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. હાલ કિશોરભાઈ સિવિલના H-2 વોર્ડમાં દાખલ છે. એટલું જ નહીં, પરંતુ 10 લુંટારાઓ માંથી એક લૂંટારુંની ધડપકડ કરવામાં આવી છે. લુંટારા પાસેથી કિશોરભાઈનું ખાલી પર્સ પણ મળી આવ્યું છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *