ગુજરાત: ગુજરાત (Gujarat) માં આવેલ રાજકોટ (Rajkot), જેતપુર (Jetpur), ગોંડલ (Gondal) ને પીવાનું પાણી પુરુ પાડતા સૌરાષ્ટ્ર (Saurastra) નાં સૌથી મોટા બીજા નંબરનો ભાદર ડેમ (Bhadar Checkdem) પણ હવે છલકાવાનાં આરે પહોંચી ગયો છે ત્યારે 34 ફુટે છલકાતો ભાદરની સપાટી હાલમાં 33 ફુટ સુધી પહોંચી જવા પામી છે.
હજુ પણ ડેમમાં દર કલાકે 2143 કયુસેક, પાણીની આવક શરુ રહેવા પામી છે ત્યારે આ સીઝનમાં ભાદર ડેમ આજે એક-બે નહીં પણ 24મી વાર છલકાય જાય તેવી શકયતા રહેલી છે. આ સમાચાર સૌરાષ્ટ્રવાસીઓને મળતા જળસંકટ દુર થયાનાં એંધાણ લાગી રહ્યા છે.
92% જળ સંગ્રહ થઈ ચુક્યો છે:
આ દરમ્યાન ભાદરમાં હાલમાં 92% જેટલો જળ સંગ્રહ થઈ ચુક્યું છે તેમજ હજુ પણ પાણીની આવક ચાલુ જ છે કે, જેથી ગોંડલમાં આવેલ લિલાખા, મસીતાળા, ભંડારીયા, ખંભાલીડા તથા નવાગામ જયારે જેતપુરમાં આવેલ મોણપર, ખીરસરા, દેરડી, નવાગઢ, રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાડી, લુણાગરા, વાડાસડા ગામોને સાવધ કરી દેવામાં આવ્યા છે.
આની સાથોસાથ જ જામકંડોરણામાં આવેલ તરવડ અને ઈશ્વરીયા, વેગડી, ભુખી અને ઉપરકોટ ગામોને સાવધ કરી દેવામાં આવ્યા છે. આની સાથે જ લોકોને નદીનાં પટ્ટમાં અવર-જવર ન કરવા સૂચના આપી દેવામાં આવી છે. જેથી લોકોને નુકશાન ન પહોંચે.
24 કલાક દરમ્યાન નવા નીર આવ્યા:
છેલ્લા ફક્ત 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં આવેલ ગોંડલમાં દોઢ ફુટ, ફાડદંગ બેટીમાં પોણો ફુટ તથા કર્ણુકીમાં પણ પોણો ફુટ નવા નીરનું આગમન થયું છે ત્યારે આની ઉપરાંત મોરબીનાં મચ્છુમાં 0.10 ફુટ, ડેમીમાં 0.16 ફુટ તથા વેરાડીમાં 0.26 ફુટ, મીણસારમાં 0.33 ફુટ નવું નીર આવ્યું છે. જયારે અમરેલીમાં આવેલ સાંકરોલીમાં પણ અર્ધો ફુટ નવું નીર આવ્યું છે.
ભાદર ડેમ પીવાના પાણી ઉપરાંત સિંચાઇ માટે પણ બન્યો આશીર્વાદરૂપ:
ભાદર એવો આ રસાતાળ ડેમ રાજકોટની ઉપરાંત જેતપુર તથા ગોંડલ પંથકમાં પીવાના પાણીની જરૂરિયાતની સાથે જ ખેતી માટે પણ મુખ્ય આધારસ્તંભ રહેલો છે ત્યારે ભૂશાસ્ત્રીઓના અભ્યાસ પ્રમાણે આ ડેમ ભૌગોલિક સ્થિતિએ રકાબી આકારે હોવાથી ભૂસ્તરમાંથી પાણીનો પ્રવાહ ડેમ વિસ્તારમાં કેન્દ્રિત થાય છે.
જેને કારણે આજુબાજુની નદીઓ અહીંના ડેમમાં ઠલવાતી હોવાથી સરેરાશ 25થી 30 ઇંચ જેટલો વરસાદ પડે તો પણ ભાદરમાં કમસેકમ પાણી કાંઠે તો આવી જ જાય છે. ભાદર ડેમ પીવાના પાણીની ઉપરાંત સિંચાઇ માટે પણ આશીર્વાદરૂપ બન્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.