એક છોકરા માટે જાહેરમાં બે છોકરીઓએ ઉભી કરી મોટી બબાલ- વાયરલ થયો વિડીયો

બિહાર: નવાદા રેલવે સ્ટેશન પર ગુરુવારે બે છોકરીઓ વચ્ચે ભીષણ લડાઈ થઈ હતી. બંને છોકરીઓ પ્લેટફોર્મ પર જ ટકરાઈ હતી. તેના પાછળનું કારણએ હતું કે,…

બિહાર: નવાદા રેલવે સ્ટેશન પર ગુરુવારે બે છોકરીઓ વચ્ચે ભીષણ લડાઈ થઈ હતી. બંને છોકરીઓ પ્લેટફોર્મ પર જ ટકરાઈ હતી. તેના પાછળનું કારણએ હતું કે, બંને છોકરીઓનો એક જ બોયફ્રેન્ડ હતો. અહીં, સ્થળ પર ભેગા થયેલા લોકોના ટોળાએ તેમના ઝઘડાને પાર પાડવાને બદલે વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. થોડા સમય પછી જીઆરપીને આ વિશે માહિતી મળી હતી. ત્યારબાદ જ્યારે તે આવી ત્યારે બંને છોકરીઓ ત્યાંથી ભાગી ગઈ હતી.. લોકોના જણાવ્યા મુજબ, બંને યુવતીઓ સગીર છે.

ખરેખર, બંને છોકરીઓ નવીનનગરમાં ભણવા માટે જતી હતી. આ દરમિયાન પ્લેટફોર્મ નંબર બે પર એક સગીરાએ બીજી સગીરાને એમ કહ્યું કે, તેના મોબાઈલ માગીને તું મારા બોયફ્રેન્ડ સાથે કેમ વાત કરે છે. ત્યારે બીજી છોકરીએ મોબાઈલ આપ્યો ન હતી. ત્યારબાદ બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો. આ પછી બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ અને બંનેએ એકબીજાને મારવાનું શરૂ કર્યું હતું.

મળતી માહિતી મુજબ, છોકરીઓ વચ્ચેની લડાઈ જોઈને લોકોનું ટોળું એકત્ર થવા લાગ્યું હતું. પરંતુ લોકોએ તેમને સમજાવવાને બદલે તેઓનો વીડિયો બનાવવા લાગ્યા હતા. બંને છોકરીઓના હાથમાં કોપી-પેન પણ હતી. આ ઘટનાની જાણ જીઆરપીને થતાં જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. જીઆરપી આવતાની સાથે બંને યુવતીઓ ત્યાંથી ભાગી ગઈ હતી.

અત્રે ઉલેખનીય છે કે, આવો જ એક બનાવ ઝારખંડમાંથી સામે આવ્યો હતો. આ બનાવમાં બે છોકરાઓ એક છોકરી માટે બજાર વચ્ચે લડવા લાગી હતી. મળતી માહિતી મુજબ, ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે, બંને યુવતીએ એક બીજાના વાળ ખેચીને જમીન પર પટકારી હતી. ત્યારે આ છોકરા ત્યાં નજીક ઉભો ઉભો સમગ્ર ઘટના જોઈ રહ્યો હતો. ત્યારબાદ જયારે પોલીસ આવી ત્યારે આ ઘટના શાંત પછી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *