મા દીકરો બાઈક પર જઈ રહ્યા હતા ને, અચાનક કાર સાથે ટકરાતા માતાની આંખો સામે દીકરાનું મોત ‘ઓમ શાંતિ’

પાલી(રાજસ્થાન): હાલમાં હાઇવે પર અકસ્માત(Accident)ની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. હાલમાં એવો જ માર્ગ અકસ્માત(Road accident)નો બનાવ સામે આવ્યો છે જેમાં માતાની સામે જ તેમના દીકરાનું મૃત્યુ થઇ ગયું છે. આ બનાવ રાજસ્થાન(Rajasthan)ના પાલી(pali)માં બન્યો છે.

જાણવા મળ્યું છે કે, દીકરો અને તેની માતા બંને બાઈક પર જઈ રહ્યા હતા અને એવામાં અચાનક એક કારની ટક્કર થવાથી માતા અને દીકરાને ઈજાઓ પહોંચી હતી. યુવક મહેબૂબ જે વેલંગરીમાં રહે છે. તે સવારના સમયે તેની માતા સલમાને લઈને બાઈક પર મેડા જઈ રહ્યા હતા.

આ દરમિયાન, કૃષ્ણગંજથી થોડે આગળ સરુપગંજ બાજુએથી આવી રહેલી એક ઝડપી કારની ટક્કર થઇ જતા બંનેને ઘણી ઇજાઓ થઇ હતી. આ ટક્કર થવાથી તાત્કાલિક લોકો દ્વારા તેમને એમ્બ્યુલન્સની મદદ લઈને હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા અને પોલીસને પણ જાણકારી આપી દીધી હતી. તો તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોચી હતી.

પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પુત્ર મહેબૂબનું મૃત્યુ થઇ ગયું હતું અને માતા સલમાની સારવાર ચાલુ કરવામાં આવી હતી. દીકરાના મૃત્યુ બાદ પરિવાર પર જાણે શોકના વાદળો છવાઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *