ડેમમાં નાહવા પહેલા યુવાનને ઓવરફલો થતા ધોળાદિવસે દેખાઈ ગયા તારા- જો આ મહિલા ન હોત તો… -જુઓ વિડીયો

જૂનાગઢ(ગુજરાત): વાવાઝોડાની અસરને કારણે ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી જુનાગઢ (Junagadh)ના વિલિંગ્ડન ડેમ(Willingdon Dam) ઓવરફ્લો(Overflow) થતાં લોકો ત્યાં જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન, એક…

જૂનાગઢ(ગુજરાત): વાવાઝોડાની અસરને કારણે ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી જુનાગઢ (Junagadh)ના વિલિંગ્ડન ડેમ(Willingdon Dam) ઓવરફ્લો(Overflow) થતાં લોકો ત્યાં જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન, એક યુવક ડેમ(Dam)ની આગળના ભાગમાં નાહવા પડતાં ધસમસતા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. જોકે ત્યાં હાજર મહિલાઓએ સતર્કતાથી દુપટ્ટો નાખી યુવકને હેમખેમ બચાવી લીધો હતો. આ દરમિયાન, કોઈ રાહદારીએ આ યુવકને બચાવી લીધાની સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. જેનો વીડિયો હાલ ઘણો વાઇરલ થયો છે.

મળતી માહિતી મુજબ, બુધવારે ગિરનાર પર્વત પર બપોરે ગણતરીના કલાકોમાં સાતેક ઈંચ જેવો ભારે વરસાદ વરસી જતાં શહેરના તમામ ડેમો-નદીઓ ભયજનક સપાટીએ વહી રહ્યાં હતાં. એ પરિસ્થિતિને ધ્યાનમાં લઇ વહીવટી તંત્ર દ્વારા તા.1 ઓક્ટોમ્બર સુધી જિલ્લામાં તમામ નદી-નાળાં, તળાવો, ડેમ વિસ્તારમાં અવરજવર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં અમુક લોકો વરસાદ અને પૂરના પાણી નિહાળવા પ્રતિબંધ વિસ્તારમાં ઊમટી પડ્યા હતા. આ દરમિયાન, ગઈકાલે સાંજે શહેરનો વિલિંગ્ડન ડેમ પોતાની મહત્તમ સપાટીએથી ઓવરફ્લો થયો હતો ત્યારે ડેમની આગળના ભાગે જ્યાં ડેમનું ઓવરફ્લોનું પાણી વહી રહ્યું હતું એ સ્થળ પર જ એક યુવક નાહવા ત્યાં પડ્યો હતો.

ભારે વરસાદને કારણે ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ તીવ્ર ગતિથી ધસમસતો આવી રહ્યો હતો. એ પ્રવાહમાં યુવક અચાનક ડૂબવા લાગ્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર કેટલીક મહિલાઓએ હિંમત દાખવીને યુવકને બચાવવા માટે પોતાની ચૂંદડીનું દોરડું બનાવીને ડેમના પાણીમાં ગરકાવ થઈ રહેલા યુવક તરફ ફેંક્યું હતું, જે પકડીને ભારે જહેમત બાદ યુવકને ઉપર ખેંચીને મહિલાઓ દ્વારા પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

આ દરમિયાન, આ બચાવની ઘટનાનાં દૃશ્યો કોઈ અન્ય રાહદારીએ પોતાના મોબાઈલમાં કેદ કર્યાં હતા. જે આજે વાઇરલ થયાં છે. મહિલાઓની સતર્કતા અને હિંમતભરી કામગીરીથી સદનસીબે આ યુવકનો જીવ બચી ગયો છે. ત્યારે વરસાદી માહોલમાં તંત્ર અને સરકાર દ્વારા જાહેર થતી અપીલનું લોકોએ પાલન કરવું જોઈએ નહીતો અકસ્માતનો ભોગ બનતાં વાર નહીં લાગતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *