કાર રોકવા ગયા ત્યાં કારચાલકે પોલીસકર્મીને બોનેટ પર ચડાવી દીધો- વાયરલ વિડીયો જોઇને ચોંકી ઉઠશો

મુંબઈ: મુંબઈ(Mumbai)માં અંધેરીના આઝાદ નગર(Azad Nagar of Andheri) મેટ્રો સ્ટેશન હેઠળ જેપી રોડ(JP Road) પર તૈનાત ટ્રાફિક કોન્સ્ટેબલ(Traffic Constable)ને ચેકિંગ માટે કાર રોકવી મોંઘી પડી હતી. હ્યુન્ડાઇ ક્રેટા(Hyundai Creta) કાર ચલાવતા એક વ્યક્તિએ ટ્રાફિક કોન્સ્ટેબલને કુચલી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પોતાનો જીવ બચાવતા કોન્સ્ટેબલ કૂદી પડ્યો અને કારના બોનેટ પર ચડી ગયો હતો.

આ પછી, તે કાર ચલાવનાર વ્યક્તિને કારમાંથી બહાર આવવાનું કહેતો રહ્યો, પણ તે બહાર આવ્યો ન હતો. આરોપી થોડો સમય કારમાં ચૂપચાપ બેસી રહ્યો અને પછી તેણે ટ્રાફિક કર્મચારીઓને નીચે પછાડી દીધો અને સ્થળ પરથી ભાગી ગયો હતો. આ ઘટના બાદ ટ્રાફિક પોલીસના હવાલદાર વિજયસિંહ ગુરવે ડીએન નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે. પોલીસે આરોપી ડ્રાઈવર વિરુદ્ધ આઈપીસીની કલમ 353, 279, 336 અને 184 હેઠળ એફઆઈઆર નોંધાવી છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જોકે, પોલીસે હજુ સુધી આરોપીઓના નામ જાહેર કર્યા નથી.

વિજયસિંહ ગુરવે જણાવ્યું હતું કે, તેઓ તેમની ટીમ સાથે રસ્તાની બાજુમાં ઉભા રહીને ચેકિંગ કરી રહ્યા હતા, ત્યારે એક શંકાસ્પદ હ્યુન્ડાઇ ક્રેટા કાર પુર ઝડપે આવતી જોવા મળી હતી. વિજય સિંહે તેમને હાથ બતાવીને રોકવાનું કહ્યું, પરંતુ રોકવાને બદલે તેમણે ટક્કર મારીને ભાગવા લાગ્યો હતો. જે બાદ ટ્રાફિક કોન્સ્ટેબલ કારના બોનેટ પર બેસી ગયો હતો. આ પછી સામાન્ય લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ હતી. તક જોઈને કાર ચાલકે કારમાંથી ઝડપથી ભાગીને પોલીસ કર્મચારીને નીચે ફેંકી દીધો અને ત્યાંથી ભાગી ગયો હતો.

અત્રે ઉલેખનીય છે કે, મુંબઈમાં આવો જ એક બનાવ જોવા મળ્યો હતો. જેમાં BMCના કર્મચારીને ક્લીન-અપ માર્શલને માસ્ક પહેરવાવ માટે એક માણસને કહેવું ભારે પડ્યું હતું. તે વ્યક્તિએ તેને તેની કારના બોનેટ પર લટકાવી દીધો અને તેને લાંબા અંતર સુધી રસ્તા પર ભગાડ્યો હતો. 2 સપ્ટેમ્બરે બનેલી આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. એક સપ્તાહ બાદ પણ આરોપી પોલીસ કસ્ટડીમાંથી બહાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *