ભારતમાં દર વર્ષે 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીના જન્મદિવસ(Mahatma Gandhi’s birthday) નિમિત્તે ગાંધી જયંતિ(Gandhi Jayanti) ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાત(Gujarat)ના પોરબંદર(Porbandar)માં થયો હતો. માતાનું નામ પુતળીબાઈ(Putlibai) અને પિતાનું નામ કરમચંદ ગાંધી(Karamchand Gandhi) હતું. વિશ્વને અહિંસાનો મંત્ર આપનાર મહાત્મા ગાંધીની 152 મી જન્મજયંતી(152nd Birth Anniversary) 2 ઓક્ટોબર, 2021 એટલે કે આજ રોજ ઉજવવામાં આવશે.
તેઓ ભારત અને ભારતીય સ્વતંત્રતા ચળવળના અગ્રણી રાજકીય અને આધ્યાત્મિક નેતા હતા. તેઓ સત્યાગ્રહ દ્વારા જુલમ સામે વિરોધના અગ્રણી નેતા હતા, તેમના ખ્યાલનો પાયો સંપૂર્ણ અહિંસાના સિદ્ધાંત પર નાખવામાં આવ્યો હતો, જેણે ભારતને આઝાદ કર્યું હતું અને સમગ્ર નાગરિક અધિકારો અને આઝાદીની ચળવળ માટે લોકોને આંદોલન પ્રેરિત કર્યા. ગાંધી જયંતીના આ અવસર પર અમે તમને તેમના વિશે કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમે ભાગ્યે જ જાણતા હશો. ચાલો જાણીએ ગાંધીજી વિશે કેટલીક રસપ્રદ વાતો…
ગાંધીજીનો જન્મ શુક્રવારે થયો હતો, શુક્રવારે ભારતને આઝાદી મળી અને શુક્રવારે ગાંધીજીની હત્યા પણ કરવામાં આવી. ગાંધીની માતા પુતળીબાઈ તેમના પિતા કરમચંદ ગાંધીની ચોથી પત્ની હતી. પુતળીબાઈ ખૂબ જ ધાર્મિક મહિલા હતી અને તેમની દિનચર્યા ઘર અને મંદિર વચ્ચે વહેંચાયેલી હતી. મોહનદાસ તેમના છેલ્લા સંતાન હતા.
મોહનદાસના લગ્ન માત્ર 13 વર્ષની ઉંમરે થયા હતા. તેમની પત્નીનું નામ કસ્તુરબા ગાંધી હતું અને તે ગાંધીજી જેટલી જ ઉંમરના હતા. તેમણે 62 વર્ષની ઉંમર સુધી તેમનું લગ્ન જીવન વિતાવ્યું. ગાંધીજીના પ્રભાવ અંગે આર્નોલ્ડ ટિનબીને લખ્યું કે – ‘જે પેઢીમાં આપણે જન્મ્યા છીએ તે માત્ર પશ્ચિમમાં હિટલર અને રશિયામાં સ્ટાલિનની પેઢી નથી, પણ ભારતમાં ગાંધીજીની પેઢી પણ છે અને આ ભવિષ્યવાણી મોટી છે માનવીય ઇતિહાસ પર ગાંધીનો પ્રભાવ સ્ટાલિન કે હિટલરની સરખામણીમાં વધુ ટકી રહેશે તેવું વિશ્વાસ સાથે કહી શકાય.
સાથે અમે તમને એ વાત પણ જણાવી દઈએ કે, બિરલા ભવનના બગીચામાં ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીના નિધન બાદ તેમની અંતિમયાત્રામાં 10 લાખ લોકો જોડાયા હતા. 15 લાખ લોકો સ્મશાનયાત્રાના માર્ગમાં ઉભા હતા. તેમની અંતિમયાત્રા ભારતના ઇતિહાસની સૌથી મોટી અંતિમયાત્રા હતી. લોકો ઘરના થાંભલાઓ, વૃક્ષો અને છત પર ચઢીને બાપુના દર્શન કરવા માંગતા હતા.
શાળામાં ગાંધીજી અંગ્રેજીમાં સારા વિદ્યાર્થી હતા. જ્યારે ગણિતમાં સરેરાશ અને ભૂગોળમાં નબળા હતા. તેમની હસ્તાક્ષર ખૂબ જ સુંદર હતી. મહાન શોધક આલ્બર્ટ આઈન્સ્ટાઈન બાપુથી ખૂબ પ્રભાવિત હતા. આઈન્સ્ટાઈને કહ્યું કે લોકો માનશે નહીં કે આવી વ્યક્તિ ક્યારેય આ પૃથ્વી પર આવી છે.
ગાંધીજી ક્યારેય અમેરિકા નથી ગયા અને ક્યારેય વિમાનમાં નથી બેઠા. ગાંધીજીને તેનો ફોટો લેવો બિલકુલ પસંદ નહોતો. જ્યારે ગાંધીજીએ વકીલાત કરવાનું શરૂ કર્યું, ત્યારે તે તેનો પહેલો કેસ હારી ગયા હતા. ગાંધીજી પોતાના ખોટા દાંતને પોતાની ધોતીમાં બાંધી રાખતા હતા. જમવાના સમયે જ તે દાંતનો ઉપયોગ કરતા હતા.
ગાંધીજી 5 વખત નોબેલ પુરસ્કાર માટે નામાંકિત થયા હતા. પુરસ્કાર પ્રાપ્ત કરતા પહેલા 1948 માં તેની હત્યા કરવામાં આવી હતી. શ્રવણ કુમારની વાર્તા અને હરિશ્ચંદ્રના નાટકથી મહાત્મા ગાંધી ખૂબ પ્રભાવિત થયા હતા. ગાંધીજીને રામ નામ પ્રત્યે એટલો પ્રેમ હતો કે મૃત્યુની અંતિમ ક્ષણમાં પણ તેમનો છેલ્લો શબ્દ રામ હતો. ગાંધીજીને વર્ષ 1930 માં તેમને અમેરિકાના ટાઇમ મેગેઝિન દ્વારા મેન ઓફ ધ યરનો ખિતાબ મળ્યો હતો.
ભારતમાં કુલ 53 મુખ્ય રસ્તાઓ મહાત્મા ગાંધીના નામ પર છે. માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ કુલ 48 રસ્તાઓ મહાત્મા ગાંધીના નામ પર છે. 1934 માં ભાગલપુરમાં ભૂકંપ પીડિતોને મદદ કરવા માટે ગાંધીજીએ તેમના ઓટોગ્રાફ માટે પાંચ રૂપિયાની રકમ લીધી હતી.
ગાંધીજીએ 15 ઓગસ્ટ 1947 નો દિવસ 24 કલાક ઉપવાસ કરીને ઉજવ્યો. તે સમયે દેશને આઝાદી મળી પરંતુ તેની સાથે દેશનું પણ વિભાજન થયું. છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સતત રમખાણો ચાલી રહ્યા હતા. આ અશાંત વાતાવરણથી ગાંધીજી ખૂબ દુખી થયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.