કુતરાની જેમ ભોંકી-ભોંકીને આ ‘ડોગી ગર્લ’ એક જ વર્ષમાં બની ગઈ કરોડપતિ – આ રીતે કરી રહી છે કરોડોની કમાણી

Published on: 9:49 am, Sat, 2 October 21

સોશિયલ મીડિયા(Social media)ના આ આધુનિક યુગમાં ઘણી બધી કંપનીઓ ઓનલાઈન પૈસા કમાવવા(Making Money Online)નો દાવો કરે છે. ઘણા લોકો વેબસાઈટ(Website) દ્વારા અને કેટલાક યુટ્યુબ(YouTube) દ્વારા ઘણી કમાણી કરી રહ્યા છે. કેટલીક અન્ય વેબસાઇટ્સ પણ છે, જે લોકોને ઘરે બેઠા પૈસા કમાવાની તક આપી રહી છે. એ જ રીતે સોશિયલ મીડિયાનો સહારો લઈને એક છોકરી માત્ર એક વર્ષમાં કરોડપતિ(Millionaire in a year) બની ગઈ.

યુવતીએ પોતે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરીને આ માહિતી આપી છે. અને જેના નામની એક છોકરીનું કહેવું છે કે તેણે કૂતરો બનીને સાત કરોડથી વધુ રૂપિયા ભેગા કર્યા છે. ફક્ત આવું કરવાની રીત તેમની અલગ હતી. ખરેખર, એન્ડ જેન્નાને પપ્પી ગર્લ જેન્નાના નામથી પણ ઓળખવામાં આવે છે. જેન્નાએ કહ્યું કે, તે કૂતરાઓની જેમ કામ કરીને ઘણી કમાણી કરી રહી છે. લોકો તેને તેની જાતીય ઈચ્છાઓ માટે કૂતરા જેવું વર્તન કરવાનું કહે છે. બદલામાં તેને એક મોટી ફી ચૂકવવામાં આવે છે.

જેન્નાએ તાજેતરમાં નો જમ્પર નામની યુટ્યુબ ચેનલના હોસ્ટને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે, લોકો તેને શ્વાનની જેમ કામ કરવા, ચાર પગ પર ચાલવા અને ભસવા માટે પૈસા આપે છે. આ કરતી વખતે તે વીડિયો બનાવે છે અને તેને ઓનલાઇન શેર કરે છે. જેનાએ જણાવતા કહ્યું છે કે, ધણા લોકો તેને ગાળો પણ આપે છે પરંતુ તેને કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી.

લોકડાઉનમાં શરૂ કર્યું હતું આ કામ:
જેન્ના કહે છે કે, લોકડાઉન દરમિયાન તે ઘરમાં બેસીને ખૂબ કંટાળી જતી હતી. કોઈએ તેને મસ્તી માટે એકાઉન્ટ બનાવવા માટે કહ્યું. એક એકાઉન્ટ બનાવ્યા પછી, તેણે પહેલા મનોરંજન માટે વીડિયો બનાવવાનું શરૂ કર્યું. એક દિવસ તેણે કુતરાઓની જેમ એક વિડીયો મુક્યો. તે વીડિયો તેમનો ટર્નિંગ પોઇન્ટ હતો. આ પછી તેને વીડિયોની માંગ થવા લાગી. જેનાએ કહ્યું કે, ગયા વર્ષે જૂન મહિનાથી તેણે તેના પર વ્યવસાયિક રીતે વીડિયો મૂકવાનું શરૂ કર્યું અને હવે તેણે એક વર્ષમાં 7 કરોડની કમાણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.