કાળનો કોળીયો બની માસુમ બાળકી: શાળાએથી ઘરે પરત ફરતા ધોરણ 1મા ભણતી દીકરીને બસે ઉલાળી- ઘટનાસ્થળે જ કરુણ મોત

ઉત્તરપ્રદેશ: હાલમાં અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત(Accident) દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બનતા હોય છે. આવા બનાવોમાં કેટલીક વખતે આખા પરિવારો પણ ઉજડી જતા હોય છે. હાલમાં એવો જ એક બનાવ ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)માં બન્યો છે જેમાં એક નાનકડી બાળકી(Little girl)નું અકસ્માત થવાથી મોત નીપજ્યું હતું.

આ બનાવ ઉત્તરપ્રદેશના સોનભદ્ર જિલ્લાના સદર કોતવાલી વિસ્તારના સેહુઆ ગામની નજીક ગુરુવારે ખલીયારીથી ખોરાવલ રોડ પર બન્યો હતો જેમાં એક બસની ટક્કર લાગી જતા એક બાળકીનું મૃત્યુ થઇ ગયું હતું. આ જોઈને બાળકીના માતા-પિતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, આ બનાવમાં સેહુઆ ગામમાં રહેતા મુસ્તફાની પુત્રી નાઝિયા જે ગામની નિશાળમાં ધોરણ એકમાં ભણતી હતી અને તે બપોરે ઘરે પછી આવી રહી હતી. આ દરમિયાન શાળાથી થોડે આગળ ઘોરાવલથી ખલિયારી રોડ પર જતી એક પ્રાઇવેટ બસની ટક્કર લગતા નાઝીયાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની જેવી જાણ થઇ કે ગામના બધા જ લોકો અહી ભેગા થઇ ગયા હતા.

આ ઉપરાંત, પરિવારના લોકોની સાથે સાથે સબંધીઓ પણ ભેગા થઇ ગયા હતા. ત્યારબાદ પોલીસને જાણ થતા જ અહીંયા પોલીસે આવીને બધા લોકોને સમજાવીને તેમને ઘરે મોકલી દીધા હતા. દીકરીના મોત બાદ માતાના રડી-રડીને બેહાલ થઇ ગયા હતા અને સમગ્ર પરિવારમાં માતમ છવાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *