સંતાન પ્રાપ્તિની ઘેલછામાં વિધિ કરાવવા માટે પતિએ પત્નીને મોકલી તાંત્રિક પાસે અને પછી થયું એવું કે…

Published on: 1:50 pm, Fri, 18 June 21

તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના મેરઠમાંથી એક ખુબ જ આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સંતાનની લાલચમાં એક પતિએ શરમજનક કૃત્ય કર્યું હતું. જાણવા મળ્યું છે કે, પતિએ પોતાની પત્નીને એક તાંત્રિકના હવાલે કરી દીધી હતી. મંત્ર-તંત્ર દ્વારા બધુ બરાબર કરી દેવાનું કહીને તાંત્રિક દ્વારા મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

ત્યારબાદ મહિલા દ્વારા પતિ અને તાંત્રિક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેથી પોલીસે પતિ અને તાંત્રિકની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા હતા. આ બનાવ મેરઠના દિલ્હી ગેટ ક્ષેત્રના પૂર્વ ફૈયાઝ અલીનો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, અહીં બે વર્ષ પહેલા તાહિરના નિકાહ થયા હતા.

બે વર્ષ સુધી સંતાન ન થવા પર તાહિર અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ત્યારબાદ તાહિરે તેના મિત્ર ઇસ્માઇલને આ અંગે જણાવ્યું હતું. ઇસ્માઇલ વ્યવસાયે એક તાંત્રિક છે. આથી તાહિર તેના મિત્ર એવા તાંત્રિકની મદદથી વિધિ કરીને સંતાન પ્રાપ્તિના સપના જોવા લાગ્યો હતો. આ દરમિયાન સંતાન સુખ માટે તાહિરે તેની પત્નીને તાંત્રિક પાસે જવા માટે મનાવી લીધી હતી.

ત્યારબાદ તાંત્રિક દ્વારા પોતાના ઘરે તાંત્રિક વિધિ કરવાનો ઢોંગ કરવામાં આવ્યો હતો. મહિલાનો આરોપ છે કે, તાંત્રિકે તંત્ર-મંત્રનો ઢોંગ કરીને બળાત્કારને અંજામ આપ્યો હતો. દુષ્કર્મ વખતે પત્નીએ તેના પતિને બચાવવા માટે બૂમો પણ પાડી હતી. પરંતુ બેશરમ પતિ ચૂપચાપ આ બધુ જોઈ રહ્યો હતો.

તાંત્રિકના આવા કૃત્યમાં પતિની સહમતિ હતી. ત્યારબાદ મહિલા દ્વારા બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેથી પોલીસ દ્વારા આ મામલે તપાસ કરતા હકીકત સામે આવી હતી. આ મામલે પોલીસે આરોપી તાંત્રિક અને પતિની ધરપકડ કરીને બંનેને જેલ ભેગા કાર્ય હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.