ગુજરાત(gujarat): આજકાલ મોંઘવારી ખુબ જ વધી રહી છે. આ દરમિયાન, રાજ્યમાં પેટ્રોલ ડીઝલ(Petrol diesel)ના સતત વધતા જતા ભાવની લીધે લોકો ત્રાહિમામ પૂકારી ઉઠ્યા છે. ત્યારે હવે પેટ્રોલ ડીઝલના ભાવ સદી ફટકારે તેવું લાગી રહ્યું છે. જાણવા મળ્યું છે કે, અમદાવાદ(Ahmedabad) શહેરમાં પેટ્રોલનો ભાવ 99.15 રૂપિયા જ્યારે ડીઝલ 97.76 રૂપિયા પ્રતિલિટરે પહોંચી ગયો છે. મોંઘાવારીને મારને લીધી શહેરીજનો પહેલાથી જ હેરાન પરેશાન છે ત્યારે વધતા ઈંધણની ભાવોએ શહેરીજનોની ચિંતા વધારી દીધી છે.
ભાવનગરમાં 100 રૂપિયા પેટ્રોલ મોંઘું થયા બાદ હવે અમદાવાદ સહિતને વડોદરા, રાજકોટમાં પણ હવે પેટ્રોલ ડીઝલના ભાવ 100નો આંકડો વટાવે તેવું લાગી રહ્યું છે. જણાવી દઈએ કે, વડોદરામાં પેટ્રોલ 98.85 રૂપિયા અને ડીઝલ 97.46 રૂપિયા મોંઘુ મળી રહ્યું છે જ્યારે રાજકોટમાં પેટ્રોલ 98.97 રૂપિયા અને ડીઝલ 97.60 રૂપિયા પ્રતિ લિટર થતા જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આમ, વધતા ઈંધણના ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
એક દરમિયાન, 60 કે 65 રૂપિયા પ્રતિલિટર મળતું પેટ્રોલ ડીઝલ હવે 100 રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. સામાન્ય માણસ દરરોજ 100 રૂપિયાની કમાણી તો કરતો જ હોય છે ત્યારે પેટ્રોલ અને ડીઝલાના ભાવ 100 રૂપિયાને સુધી પહોંચતા હવે ઘર ચલાવવું કે વાહન તેવું લઈને મુશ્કેલીમાં મુકાયા છે. વધતા જતા પેટ્રોલના ભાવના કારણે શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સામાન્ય જનતા સરકાર પાસે ઈંધણમાં ભાવ ઓછા કરવાની માંગ કરી રહી છે.
એક તરફ રાજ્યમાં કોરોના બાદ સ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે. તો બીજી બાજુ લોડડાઉન અને કર્ફ્યૂને કારણે પહેલાથી લોકો આર્થિક મંદીનો માર સહન કરી રહ્યા છે. આ દરમિયાન, ફરી ઈંધણના વધતા જતા ભાવોએ નાગરિકોની ચિંતામાં વધારો કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.