ગુજરાતમાં આ જગ્યાએ ચાલતો હતો બાળમજૂરીનો ગોરખધંધો- 17 બાળમજુરોને કરાવ્યા મુક્ત, ત્રણની ધરપકડ

હાલ સુરત શહેરના પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ લોટસ ક્રિઍશનના ખાતામાં ઍ.ઍચ.ટી.યુ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ ખાતામાંથી 17 બાળમજુરોને મુક્ત કરાવી ત્રણ માલિકની…

હાલ સુરત શહેરના પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ લોટસ ક્રિઍશનના ખાતામાં ઍ.ઍચ.ટી.યુ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ ખાતામાંથી 17 બાળમજુરોને મુક્ત કરાવી ત્રણ માલિકની ધરપકડ પણ કરવામાં આવી હતી. જ્યારે ચાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

ચાર માળની બિલ્ડિંગમાંથી 17 બાળમજુરો મળ્યા
એ.એચ.ટી.યુ ક્રાઈમ બ્રાન્ચની ટીમને એવી બાતમી મળી હતી કે, પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ લોટસ ક્રિએશન નામના ખાતાના શેઠ-સંચાલકો દ્વારા આ ખાતામાં નાના બાળક-બાળકીઓને મજુરી કામે રાખી તેમનું આર્થિક રીતે શોષણ કરવામાં આવે છે. જે બાતમીને પીઆઈ જી.એ.પટેલે તપાસ કરી તેમના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા ખાતામાં રેડ પાડવામાં આવી હતી. અહી ચાર માળની બિલ્ડિંગમાંથી મજુરી કરતા કુલ 17 જેટલા બાળમજુરો મળી આવ્યા હતા.

કામ કરતા ઓછુ મહેનતાણું આપતા હતા
પ્રાથમિક પુછપરછમાં ખાતાના માલિકો દ્વારા તેમની પાસે સવારે આઠ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મજુરી કરાવવામાં આવતી હતી અને કામ કરતા ઓછુ મહેનતાણું આપતા હોવાનું બહાર આવ્યું હતું. મળતી માહિતી મુજબ, ચાર માળના ખાતામાં અલગ અલગ પાર્ટીશન કરી ખાતુ ચલાવતા હતા.

ત્રણની ધરપકડ, ચાર વોન્ટેડ જાહેર
આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, પોલીસ દ્વારા સ્થળ પરથી નાઝીમ અલી રૂઝન અલી મંસુરી (રહે, જ્યોતીનગર પાંડેસરા), સુનીલ રાજકુમાર મોર્યા (રહે, શાંતાનગર બમરોલી રોડ), વિષ્ણુ રઘુનાથ દત્ત (રહે, જ્યોતીનગર પાંડેસરા)ની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મોહમંદ અલી મંજુરઅલી શેખ (રહે, આશાનગર ઉનપાટીયા), દાદારાવ સુખદેવરાવ હિરે (રહે,સંજયનગર લિંબાયત), રાજકુમાર હંસરાજ દુબે (રહે, નીલકંઠ પાર્ક ડિંડોલી) અને કિરન શંકર (રહે, આકાશ પુથ્વી ઍપાર્ટમેન્ટ વડોદગામ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *