રેલવેએ તેના કર્મચારીઓ(Railway Bonus 2021)ને મોટી ભેટ આપતા મોટી જાહેરાત કરી છે . પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક(Cabinet meeting)માં બોનસ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે(Anurag Singh Thakur) પત્રકાર પરિષદ(Press conference)માં જણાવ્યું કે કેબિનેટે 78 દિવસના બોનસને મંજૂરી આપી દીધી છે. રેલવે કર્મચારીઓને દશેરા પહેલા બોનસ ચૂકવવામાં આવશે. તમને જણાવી દઈએ કે દર વર્ષે 78 દિવસનો પગાર બોનસ(Salary bonus) તરીકે આપવામાં આવે છે. રેલવેના લગભગ 11.56 લાખ નોન-ગેઝેટેડ કર્મચારીઓને આનો લાભ મળશે.
કેટલી મળશે રકમ:
સૂત્રોનું કહેવું છે કે, આ વખતે રેલવે કર્મચારી 18000 રૂપિયા બોનસ તરીકે મેળવી શકે છે. તે જ સમયે, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અનુરાગ ઠાકુરે કહ્યું ,કે બોનસ સામાન્ય રીતે 72 દિવસ માટે ઉપલબ્ધ હોય છે. પરંતુ સરકાર 78 દિવસનું બોનસ આપી રહી છે. 11.56 લાખ કર્મચારીઓને આનો લાભ મળશે. તેમણે કહ્યું કે કુલ 1985 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
કયા કર્મચારીઓને પૈસા મળશે:
રેલવેના ઉત્પાદકતા આધારિત બોનસ તમામ બિન-ગેઝેટેડ કર્મચારીઓને આવરી લે છે (RPF/RPSF કર્મચારીઓને બાદ કરતા). રેલવે કર્મચારીઓને દર વર્ષે દુર્ગા પૂજા/દશેરા પહેલા PLB મળે છે. આદેશ અનુસાર, જે કર્મચારીઓ 31 માર્ચ 2021 સુધી સેવામાં હતા અને નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન તેમને ન તો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ન તો છોડવામાં આવ્યા હતા અથવા નિવૃત્ત કરવામાં આવ્યા હતા. તેમને બોનસ આપવામાં આવશે.
કયા આધારે મળે છે પૈસા:
સરકાર અન્ય કર્મચારીઓને નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (NPLB) આપે છે. તેની ગણતરીની ટોચમર્યાદા દર મહિને 1200 રૂપિયાના આધારે છે. તે સૂત્ર (1200X40/30.4 = 1184.21) પર ગણવામાં આવે છે. જો ભથ્થું દર મહિને 1200 રૂપિયાથી ઓછું હોય, તો બોનસની ગણતરી માસિક ધોરણે કરવામાં આવશે. આદેશ અનુસાર, રેલવે વિભાગ પીએલબીનો ખર્ચ ઉઠાવશે.
આ સિવાય કોલ ઇન્ડિયા લીમીટેડ(Coal India Limited) નાણાંકીય વર્ષ 2020-21 માટે તેના તમામ નોન-એક્ઝિક્યુટિવ કેડર વર્કફોર્સ માટે પ્રતિ કર્મચારી 72,500 રૂપિયાના પ્રદર્શન સાથે જોડાયેલા પુરસ્કારની જાહેરાત કરી છે. મહારત્ન કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે પ્રદર્શન આધારિત પુરસ્કાર(PLR) 11 ઓક્ટોબર, 2021 ના રોજ અથવા તે પહેલા ચૂકવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.