સુરત શહેરમાં ગરબા રસિકોએ બિલ્ડરની બેદરકારી સામે માથામાં તપેલી અને હેલ્મેટ પહેરીને નોંધાવ્યો અનોખો વિરોધ

સુરત(Surat): રાજ્યમાં હાલમાં નવરાત્રી(Navratri)નો તહેવાર જોશ અને ઉલ્લાસથી ખુબ જ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે. શેરી ગરબા(Sheri Garba)માં લોકો ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. નવરાત્રીને લઈને ગરબા રસિકોમાં ખુબ જ ખુશી જોવા મળી રહી છે. ત્યારે આ નવરાત્રીના તહેવારમાં સુરત શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવી છે.

સુરતના સરથાણા(Sarthana) સ્થિત આવેલા સેલિબ્રેશન હોમ્સ(Celebration Homes)માં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ ગરબાનું આયોજન સામાન્ય રીતે નહિ પરંતુ અનોખી રીતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોએ આ નવરાત્રીના તહેવાર દરમિયાન અનોખો વિરોધ નોંધાવ્યો છે.

સેલિબ્રેશન હોમ્સમાં નવરાત્રીના આયોજન દરમિયાન રહીશોને ગરબાની સાથે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં સેલિબ્રેશન હોમ્સમાં રહેતા રહીશો દ્વારા માથામાં તપેલી અને હેલ્મેટ પહેરી ગરબાની મોજ માણી હતી. આ પ્રકારનો વિરોધ કરવાનો રહીશોનો મુખ્ય હેતુ એ હતો કે, અવારનવાર બિલ્ડીગ પરથી કાચ તૂટીને નીચે પડતા હતા.

બિલ્ડીગમાં રહેતા રહીશોના જણાવ્યા અનુસાર, અનેક વાર ઉપરથી કાંચ નીચે પડે છે. કોઈ પણ કારણ વગર અચાનક જ કાચ તુટી પડે છે. ત્યારે જોતા તો એવું લાગી રહ્યું છે, બિલ્ડરની બેદરકારી સામે આવી રહી હોય. ફલેટમાંથી પડી રહેલા કાંચને કારણે બિલ્ડીગમાં રહેતા રહીશોનું કહેવું છે કે, અચાનક જ તૂટીને નીચે પડી રહેલા કાંચને લીધે મોટી દુર્ઘટના બની શકે છે.

11 માં માળેથી કાચ તૂટીને નીચે પડતા હવે બિલ્ડરની બેદરકારી અને ગેરરીતિની પોલ ખુલી રહી છે. ત્યારે આ બિલ્ડીંગના બિલ્ડર સામે લોકોએ લાલ આંખ કરી છે અને નવરાત્રી દરમિયાન રહીશોએ યોગ્ય ન્યાયની માંગ સાથે હેલ્મેટ પહેરી અને તપેલી પહેરીને બિલ્ડર સામે અને બિલ્ડરની બેદરકારી સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *