ગુજરાત સરકારને હાઈકોર્ટના ચીફ જસ્ટીસે ચોખ્ખા શબ્દોમાં તતડાવ્યા “અમને બધી ખબર છે, શું પરિસ્થિતિ છે”

કોરોનાની ગંભીર સ્થિતિને જોતા ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. ગુજરાત સરકાર તરફથી એડ્વોકેટ…

કોરોનાની ગંભીર સ્થિતિને જોતા ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. ગુજરાત સરકાર તરફથી એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદી રજૂઆત કરી રહ્યા છે. જેમા ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સુનાવણીમાં ઓનલાઇન ભાગ લઇ રહ્યા છે.

ગુજરાત હાઈકોર્ટે “કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ” શીર્ષક હેઠળ નવેસરથી જાહેરહિતની અરજી (PIL) નોંધીને ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની બેંચે તેની આજે સુનાવણી હાથ ધરી છે. રાજયના ચીફ સેક્રેટરી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હેલ્થ વિભાગના ચીફ સેક્રેટરી, કેન્દ્ર સરકારના હોમ ડિપાર્ટમેન્ટના સચિવ સહિતના અધિકારીઓને તાકીદે હુકમની નકલ ઈ-મેઈલ પર મોકલી આપવા હુકમ કરીને આજે સવારે 11 વાગે સુનાવણી દરમ્યાન યુટયૂબ લાઈવ જોવા માટે અધિકારીઓને આદેશ કરાયો છે.

સરકારે હાઇકોર્ટમાં શું કહ્યું?
ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ ત્યારે સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી જેમાં તેમણે સરકાર તરફથી નિવેદન આપ્યું કે કોરોનાગ્રસ્ત તમામ દર્દીને રેમડેસિવિરની જરૂરિયાત નથી અને ઇન્જેક્શનનો સ્ટોક પૂરતો હોવાનું સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી.

SVPથી ઇન્જેક્શન મળી જશે: AG
આ સાથે જ રેમડેસિવિર ઈંજેક્શન પર સરકારે કહ્યું કે, ડોક્ટરો પ્રોપર પ્રિસ્ક્રીપ્શન આપે, SVPથી ઇન્જેક્શન મળી જશે. 7 કંપનીઓમાં 1.75 લાખ ઇન્જેક્શન તૈયાર થઇ રહ્યાં છે જેમાં 20થી 25 હજાર ઇન્જેક્શન ગુજરાતને મળે છે. 7 કંપનીઓમાં ઝાયડ્સ સસ્તા ભાવે ઇન્જેક્શન આપે છે જ્યારે અન્ય કંપનીઓએ ભાવ ઓછા કરવા જોઇએ.

ઓનલાઈન સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટ સરકારને તતડાવ્યા

​​​​​​​15 તારીખે સવારે 11:00 વાગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે

ચૂંટણી માટે બૂથ વાઇઝ અકડા અને સોસાયટી હોય છે તમારી પાસે તે આયોજનને કેમ કામે ન લગાડી શકાય? બૂથ વાઇઝ કરો.

દિવાળી જેમ પ્રતિબંધિત મુખ્યો લોકો પર અંકુશ હતો. લોકો તહેવારમાં બહાર ઓછા નીકળ્યા હતા, એવા પગલાં લો.

અત્યારે લોકો ભગવાનના ભરોસે છે.

ટેસ્ટિંગના રિપોર્ટ ત્રણ દિવસે કેમ મળે છે

શોપિંગ મોલ, દુકાનોમાં લોકો ભેગા ન થાય એવા પગલાં લો.

સરકારની અમુક નિતિઓથી અમે પણ નારાજ છીએ.

લોકોને એવું તો ભરોસો કરાવો કે તમે કશું કરી રહ્યો છો.

સામાન્ય માણસને RTPCR ટેસ્ટના રિઝલ્ટ માટે 4, 5 દિવસ, જ્યાંરે VIP કોઈ હોય તો સાંજ સુધીમાં રિપોર્ટ મળી જાય છે. આવી માહિતી પણ અમને મળી છે.

સ્વામીનારાયણ સંપ્રદાય છે, ચર્ચ છે ઘણી બધી NGO છે તેમના મારફતે કોવિડ કેર સેન્ટર, કિચન શરૂ કરાવવો.

કેન્દ્ર રાજ્યોને સૂચના આપે અને કામ આપે નહિંતર અમે કામ આપીશું. ​​​​​​​

ઓગસ્ટમાં કેસો ઘટી ગયા પછી ફેબ્રુઆરી પછી સરકાર ભૂલી ગઈ કે કોરોના છે

સામાન્ય માણસો માટે ટેસ્ટ કરવામાં 5 દિવસ થાય છે તમને ખબર છે?

કોઈપણ વ્યક્તિને ટેસ્ટ કરાવવામાં મના નથી આવતી

રેમડેસિવિર માત્ર હોસ્પિટલમાં મળે એવું કેમ? ઘરે સારવાર લેતા દર્દીઓ માટે કેમ નહિ?

એક જ સેન્ટર પરથી ઈન્જેકશન મળવું પબ્લિક ના હિતમાં નથી. પબ્લિકએ લાંબી લાઇનમાં કેમ ઉભું રહેવું પડે છે?

હોમ આઇસોલેશનની સરકારે હિમાયત કરી હવે ઇન્જેક્શન કેમ હોસ્પિટલમાં જ આપો છો? ઘરે કેમ નહી?

કેમ એક જ જગ્યાએ ઇન્જેક્શન મળે છે? મેડિકલ સ્ટોર અને અન્ય હોસ્પિટલમાં કેમ ઇન્જેક્શન નથી મળતાં..??

કોઈને રેમડેસીવીર જોઈએ છે તો કેમ ખરીદી નથી શકતું? કોઈને પૈસા ખર્ચવાની મજા થોડી આવે?

રોજના 27000 ઇન્જેક્શન ક્યાં જાય છે…બધાને ઇન્જેક્શન મળવા જ જોઈએ.

મેં જાણ્યું છે કે હોસ્પિટલ દાખલ કરવાની ના પડે છે, તમે કહો છો કે બેડ, ઓક્સિજન, ઈન્જેકશન પૂરતા છે તો 40 એમ્બ્યુલન્સ કેમ લાઇનમાં છે.

ઈન્જેકશન માટે કેમ લાઈનમાં ઉભુ રહેવું પડે છે, શા માટે કોઈ તમારી પાસે આવવું પડે અને કહે ત્રિવેદીજી મારી મદદ કરો મારે ઇન્જેક્શન જોઈએ?

મોરબી અને મહેસાણા, આણંદ અને ભરૂચ જેવા જિલ્લાઓમા પણ ખરાબ સ્થિતિ છે, માત્ર પાંચ જ શહેરોમા છે એવુ નથી

પ્રાઇવેટ હોસ્પિટલ કેમ રેમડેસિવિર ઉપલબ્ધ નહીં થાય? Zydus Hospitals ની બહાર લાંબી લાઈન હતી. કેમ કોઈ એક એજન્સી પાસે જ બધો કંટ્રોલ છે? અમારી જાણકારી મુજબ ગુજરાતમાં ઇન્જેક્શન અને દવાઓનો પૂરતો જથ્થો છે.

અન્ય રાજ્યમાં શું થાય છે એનાથી અમને કોઈ સુસંગતતા નથી,અમને ગુજરાતથી મતલબ છે.

કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી”, “ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરો.

આપણે આટલા આધુનિક છીએ તેમ છતાંય કેમ આ પરિસ્થિતિ છે?

VIP લોકોને તરત રિઝલ્ટ્સ મળી જાય છે. સામાન્ય લોકોને કેમ નહી?

કોરોનાના કેસો વધતા અટકાવવા સરકાર શું પગલાં લઈ રહી છે?

સુરત ભરૂચ અને આણંદ ની સ્થિતિ બાબતે HC ચિંતા વ્યક્ત કરી.

લગ્ન અને મૃત્યુ સિવાયના તમામ મેળાવડા બંધ કરવા હાઇકોર્ટનું સૂચન.

ઓફિસમાં બોલાવાતા લોકોની સંખ્યા ઘટાડવા માટે હાઇકોર્ટનું સરકારને સુચન.

લગ્નમાં ફક્ત 50 લોકો એક્ઠા કરવાનું હાઈકોર્ટનું સુચન.

જો પૂરતા બેડ ઉપલબ્ધ હોય તો શા માટે હોસ્પિટલની બહાર 40- 40 એમ્બ્યુલન્સ ઉભી રહેતી હોય એવું બને છે

લોકો અમુક હોસ્પિટલો નો જ આગ્રહ રાખે છે માટે આવું બને છે.

લગ્નમાં 100 લોકો ભેગા કરવા વધારે

જો ચાની લારીઓ અને પાનના ગલ્લા બે દિવસ બંધ રહેતા હોય તો બાકી લોકો કરતા વધારે હોંશિયાર ગણી શકાય.

હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને જો એ સ્વયંભૂ આવો નિર્ણય લઈ શકતા હોય તો ઓફિસો શા માટે નહીં?

હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી છેકે, ભારતમાં પ્રતિ દિવસ 1,75,000 વાયલ રેમડેસિવીરની આવશ્યકતા છે. ગુજરાત સરકાર એક દિવસમાં ૩૦ હજાર વાયલ મેળવે છે. આજે પ્રતિદિન 1.25 લાખ ટેસ્ટ કરવામા આવે છે ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારી દીધી છે. સાથે જ ખાનગી લેબોરેટરી વધારી છે અને 70 હજાર આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરીએ છીએ. રાજય સરકારના પ્રયત્નોથી ઝાયડસ કેડિલાએ રેમડિસીવર ઈન્જેકશનના ભાવો પણ ઘટાડ્યા છે જેથી સામાન્ય માણસોને ઈમરજન્સીમાં મળી રહે છે. રેમડેસિવિર ઇન્જેક્શનની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી તો પણ હોમ આઈસોલેશન થયેલા દર્દીઓ પણ રેમડેસિવીરનો આગ્રહ રાખે છે.

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે, ધન્વન્તરી અને સંજીવની રથ એમ્બ્યુલન્સ દ્વારા ડોકટર હેલ્થ વર્કર પણ ઘરે-ઘરે ટેસ્ટીંગ અને ટ્રેકિંગ યોગ્ય રીતે કરે છે.141 ખાનગી હોસ્પિટલોને કોવિડ ડૈઝીગ્શેટેડ તરીકે જાહેર કરાઈ છે. રાજયમા ઉપલબ્ધ ઓક્સિઝનના જથ્થા પૈકી 70 ટકા જથ્થો અનામત રાખતુ દેશનું એક માત્ર રાજય ગુજરાત છે. આ જથ્થો આરોગ્ય હેતુ માટે હોસ્પિટલોને ફાળવાય છે.

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે, ગઈકાલ સુધીમાં 1262 પથારીઓ ઉપલબ્ધ છે અને નવી 956 વધારી રહ્યા છીએ એટલું જ નહીં કોવિડ કેર સેન્ટર પણ વધારી રહ્યા છીએ. રાજ્યમાં કુલ 71021 પથારીઓ ઉપલબ્ધ છે. સાથે જ 1127 કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલ કાર્યરત છે.સુરતમાં રેમડિસિવર ઈન્જેકશન ચેરિટી માટે વિતરીતક કરાયા હતા. જેમા લોકોને મદદરૂપ થવાનો આશય હતો. જેનો ઉપયોગ રૂરિયાત મંદ લોકો માટેજ કરાયો હતો.ટેસ્ટીંગ ટ્રેકીંગ અને ટ્રીટમેન્ટમાં લોકોને અવેરનેસ માટે વિશેષ ભાર અપાઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *