ગોવિંદ ધોળકિયાની દરિયાદિલી: ઓપરેશન બાદ ડીસ્ચાર્જ થતા કિરણ હોસ્પિટલને 1 કરોડનું દાન કર્યું અર્પણ

ગુજરાત: સુરત (Surat) નાં ખુબ જ જાણીતા (Famous) હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા (Govindbhai Dholakia) ના છેલ્લા 3 વર્ષથી ખરાબ થયેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. હજુ થોડા દિવસ પહેલા બ્રેઈનડેડ જાહેર કરાયેલ વલસાડ (Valsad) ના યોગશિક્ષિકા રંજનબેનના લિવર (Heart) નું ગોવિંદભાઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવ્યું છે.

શહેરના કતારગામમાં આવેલ કિરણ હોસ્પિટલમાં લગભગ 9 કલાકની શસ્ત્રક્રિયા બાદ ગોવિંદભાઈના શરીરમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 2,000થી વધુ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરનાર ખ્યાતનામ સર્જન ડો. રવિ મોહન્કાની ટીમે આ ઓપરેશન કર્યું હતું.

છેલ્લા ત્રણ જેટલા વર્ષથી શહેરના અગ્રણી હીરાઉદ્યોગપતિ તેમજ SRK ગ્રુપના ફાઉન્ડર ગોવિંદભાઈ ધોળકિયાને લિવરની બીમારીની સારવાર ચાલી રહી હતી. જો કે, હાલમાં જ તેમને ઓર્ગન ડોનેટ મળતા કિરણ હોસ્પિટલમાં તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ કરી દેવાયું હતું. દાખલ થયા પછી 12મીને સોમવારે તેમને ડિસ્ચાર્જ કરાયા હતા.

સફળ ઓપરેશન બદલ ગોવિંદભાઈએ હોસ્પિટલને 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આની ઉપરાંત હોસ્પિટલના 1,500થી વધારે કર્મચારીઓને 2,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. શહેરની કોઈ હોસ્પિટલમાં તમામ કર્મચારીઓને એકસાથે આટલી રકમ ભેટ મળી હોય તેવો આ સૌપ્રથમ બનાવ છે. અનેકવિધ રીતે સુરતની ઓળખ છે પણ લિવર ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થતાં મેડિકલ ક્ષેત્રમાં એક યશકલગી વધુ ઉમેરાઈ છે.

કિરણ હોસ્પિટલને બે મુદ્દે ગૌરવ મળ્યું:
ગોવિંદભાઈને ડિસ્ચાર્જ આપવા અંગે કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણી જણાવે છે કે, સુરતની કોઈપણ હોસ્પિટલમાં સૌપ્રથમ વખત લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે તેમજ એ પણ અમારા સમસ્ત પાટીદાર સમાજ આરોગ્ય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાનું છે. ગોવિંદભાઈના લિવરનું ઓપરેશન ખૂબ જ સારી રીતે કરાયું હતું તેમજ તેઓ સ્વસ્થ થઈને ઘરે પહોંચી ગયા છે.

આપને જણાવી દઈએ કે, ગોવિંદભાઇ સુરતના સૌથી અગ્રણી હીરાના વેપારી છે. તેઓ રામકૃષ્ણ ડાયમંડના માલિક છે. તેઓ અમરેલી જિલ્લાનાં દૂધાળા ગામના વતની છે. 13 વર્ષીય ઉંમરમાં સુરત હીરા ઘસવાના કામ સાથે જોડાયા હતાં. બાદમાં વર્ષ 1970માં પોતાનું હીરા પોલિશ્ડ કરવાનું કારખાનું શરૂ કરતા સફળતા મળતાં હાલમાં ‘શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ’ કંપનીમાં 5,000થી વધારે રત્નકલાકારોને રોજગારી મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *