સુરત(Surat): સુરત શહેરના પર્વત પાટિયા(Parvat patiya) વિસ્તારમાં આર.એમ.જી મહેશ્વરી સ્કૂલ(RMG Maheshwari School)ની મનમાની સામે આવી છે. જે શાળામાં ભણતા વિધાર્થીઓએ ફી ન ભરી હોવાને કારણે વિધાર્થીઓને પરીક્ષામાં બેસવા દીધા નથી, પરંતુ શાળાની બહાર જ ઉભા રાખવામાં આવ્યા છે. શું આ પ્રકારની શાળાની કાર્યવાહી યોગ્ય કાહી શકાય ખરી?
પર્વત પાટિયા ખાતે આવેલ મહેશ્વરી સ્કૂલ માં ફી ના ભરવાને કારણે ૫૦થી ૭૦ વિધાર્થીઓને પરીક્ષામાં બેસવા દીધા નથી #trishulnews #topnewstoday #viralnews #like #media #trending #newspaper #update #dailynews #newsupdate pic.twitter.com/iHo6ikCbwQ
— Trishul News (@TrishulNews) October 18, 2021
આજથી ધોરણ 9 થી 1ની પ્રથમ કસોટી માટેની પરીક્ષા શરુ થઇ ગઈ છે. ત્યારે સુરત શહેરમાં આર.એમ.જી મહેશ્વરી સ્કૂલમાં વિધાર્થીઓ જયારે પરીક્ષા દેવા માટે પહોચ્યા ત્યારે વિધાર્થીઓને ફી ન ભરી હોવાનું કહીને પરીક્ષા ખંડમાં બેસવા દીધા નહોતા. આપણે સૌ જાણીએ છીએ કે, કોરોનાની મહામારીને કારણે સામાન્ય વર્ગના માણસની સ્થિતિ ખુબ જ કપરી બની ગઈ છે. ત્યારે આ પ્રકારની દાદાગીરી શાળા દ્વારા કરવામાં આવે છે જે અયોગ્ય કહી શકાય.
આ પ્રકારની ઘટનાને જોતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું વિધાર્થીઓએ ફી ભરી હોય તો જ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે? શું આ પ્રકારની શાળાની દાદાગીરી યોગ્ય કહી શકાય? શું શાળાના શિક્ષકો અને આચાર્ય શ્રીઓને વિદ્યાર્થીના ભવિષ્યની ચિંતા નથી કે પછી પૈસામાં જ રસ દાખવી રહ્યા છે? અનેક સવાલો ઉદભવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર આર.એમ.જી મહેશ્વરી સ્કૂલમાં 50થી 70 જેટલા વિધાર્થીઓની ફી બાકી હોવાને કારણે તે વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં બેસવામાં દેવામાં આવ્યા નથી. ત્યારે એક પ્રશ્નનો તો ઉદભવી રહ્યો છે કે, શું આવી રીતે ભણશે ગુજરાત?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.