વિદિશામાં આવેલ ગંજબાસૌદા (Ganjbasauda) માં ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના સરકારી ડૉક્ટર (Government Doctor) નો લાકડીથી માર મારવાનો વીડિયો (Video) ફરતો થયો છે. ડૉક્ટરે પોતાની કાકી તેમજ પિતરાઈ બહેનને રસ્તા પર નિર્દયતા પૂર્વક માર માર્યો હતો. ઈજાગ્રસ્ત મા-દીકરીની સારવાર (Treatment) સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે.
View this post on Instagram
50 વર્ષની પુષ્પલતા જૈન પોતાની 18 વર્ષની દીકરી સંસ્કૃતિ સાથે પોતાની સાડીની દુકાન પર બેસી હતી. આ સમયે તેમનો જેઠ સૂરજમલ જૈન પોતાના દીકરા ડૉ.આશિષ જૈનની સાથે આવ્યો હતો. ગાળો બોલીને આ જ સમયે મકાન ખાલી કરવાનું દબાણ કરવા લાગ્યો હતો.
તેમણે દુકાનનો સામાન બહાર ફેંકી દીધો હતો. જ્યારે તેને આમ કરવાથી રોકવામાં આવ્યો હતો તેમજ પોલીસ ફરિયાદની વાત જણાવી તો સૂરજમલ તથા આશિષ ભડકી ગયા હતા. બંને પુષ્પલતા તથા સંસ્કૃતિને લાકડીથી મારપીટ શરુ કરી દીધી હતી.
આ જીવ બચાવીને ભાગી તો દોડાવી-દોડાવીને નિર્દયતા પૂર્વક માર મારવામાં આવ્યો હતો. ત્યારપછી રસ્તા પર સૂવડાવીને લાકડીથી મારતો રહ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ CCTV માં કેદ થઈ ગયો હતો. આ અંગે પોલીસ અધિકારી સુમી દેસાઈ જણાવે છે કે, મહિલા તથા દીકરીના હાથ-પગમાં ઈજા પહોંચી છે. આરોપીઓની વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
અડધો કલાક સુધી મારપીટ કરી:
પુષ્પલતા જણાવે છે કે, અમને ઘરે જતી વખતે 4 રસ્તે મારવામાં આવ્યાં હતા. જ્યારે તે મને મારી રહ્યો હતો ત્યારે એક દીકરીએ વીડિયો બનાવી દીધો હતો. આને જોઈ તેણે દીકરીને પણ મારવાની શરુ કરી દીધી હતી. સતત અડધો કલાક બાદ અમને મારતો રહ્યો હતો.
મારા શરીરમાં ખૂબ જ ઈજા પહોંચી છે. દીકરીને ઉભું કરનારું કોઈ ન હોતું, મુશ્કિલથી તેને સ્કુટર પર હોસ્પિટલ પહોંચાડી હતી. હોસ્પિટલમાં પણ વ્યવસ્થિત સારવાર ન હોતી મળી. પોલીસની એક મેડમ આવી હતી. તમામ કાગળ લઈને જતી રહી હતી.
કાકાના તબીબ દીકરાએ મારપીટ કરી:
ઈજાગ્રસ્ત દીકરી જણાવે છે કે, તે મથુરામાં સરકારી ડૉક્ટર આશિષ મારા મોટા કાકાનો દીકરો છે. જ્યારે મારપીટ કરી ત્યારે મારા પિતા દવા લેવા માટે ગયા હતાં. અમે પોલીસ મથકમાં જઈ રહ્યા હતા ત્યારે આશિષ તેમજ 3 લોકો આવ્યા હતા. અમને લાકડીથી મારવાનું શરુ કરી દીધું હતું.
અમે પોલીસ મથકમાં ગયા ત્યારે ત્યાં કોઈ કામ થયું ન હતું. બાદમાં અમને જ ચૂપ કરાવી રહ્યા હતાં. ત્યારપછી અમે હોસ્પિટલ જતા રહ્યાં હતા, અમે પપ્પાને કોલ કર્યો તો તેમણે કહ્યું હતું કે, આશીષ ઘરે આવી ગયો છે. અમે હોસ્પિટલથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે આશિષ ફરી અમને રસ્તા પર મળી ગયો તેમજ તેણે માને લાકડીથી મારવાનું શરુ કરી દીધું હતું.
સમ્રગ વિવાદ શું છે?
સૂરજમલ જૈન પહેલા ગંજબસૌદામાં ભાડાના મકાનમાં રહેતો હતો. મકાન જે જમીન પર બન્યું હતું, તે જમીન તારણ તરણ ટ્રસ્ટની હતી. સૂરજમલ જ્યારે ત્યાંથી વિદિશા જવા લાગ્યો ત્યારે એણે મકાન પોતાના નાના ભાઈ જીનેશ જૈનને આપી દીધું હતું. સૂરજમલ પરિવારની સાથે વિદિશામાં શિફ્ટ થઈ ગયો હતો. બાદમાં હવે આ જમીન પર જીનેશે મકાન બનાવી લીધું છે. આ મકાનમાં દુકાન પણ બનાવી છે. આ મકાનને ખાલી કરાવવા સૂરજમલ તથા આશિષ જીનેશના પરિવાર પણ દબાણ કરી રહ્યા છે.